SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ એક ગૃહિણી શ્રાવિકાનું જ્ઞાન તપ ‘વ્રતવિચાર રાસ' - ધનવંત શાહ વ્રત એટલે તપશ્ચર્યા, વ્રત એટલે ઉત્તમ જીવન જીવવા માટેના નિયમો, વ્રત એટલે કર્મ નિર્જરા અને સંવર. વ્રત એટલે કર્મક્ષય કરીને મોક્ષની યાત્રા. મધ્યકાળના સમયમાં ૧૬-૧૭ની સદી એટલે જૈન સાહિત્યનો સુવર્ણયુગ. આ સમયમાં મારુ ગુજરાતી ભાષામાં મબલખ સાહિત્યની રચના થઈ, એમાં વિશેષતા તો એ છે કે આ સાહિત્યનું સર્જન માત્ર સાધુ-સાધ્વીઓએ જ કર્યું નથી પરંતુ એવી અને એટલી જ ઊંચી કક્ષાના સાહિત્યનું સર્જન જૈન શ્રાવક-શ્રાવિકાએ પણ કર્યું છે. એમાં ગૃહસ્થ કવિ શ્રાવક ઋષભદાસજી યશ સ્થાને બિરાજમાન છે. જૈન તત્ત્વ અને આગમોના જ્ઞાતા, વર્તમાન સંશોધન પ્રમાણે આ શ્રાવક કવિએ ૩૪ રાસા અને ૫૮ સ્તવનોનું સર્જન કર્યું છે. આનંદની ઘટના એ છે કે આવા એક ગૃહસ્થ કવિની કૃતિ ‘વ્રતવિચાર રાસ’ ઉપર અધ્યયન અને સંશોધન કરવાનો મનસુબો વર્તમાનકાળમાં એક ગૃહિણી શ્રાવિકા રતનબહેન છાડવાએ ઘડ્યો અને પોતાની વિદ્યાનિષ્ઠા અને જ્ઞાન આરાધનાથી ગુરુજનો અને પરિવારની સહાયથી યશ તારકની જેમ પાર પાડ્યો. છે પ્રકરણ અને સાડાચારસો ઉપરાંત પૃષ્ઠોમાં વિસ્તારાયેલા આ શોધ પ્રબંધમાં લગભગ ત્રણસો ગ્રંથોનું અધ્યયન ઉપરાંત મૂળ હસ્તપ્રતની લિપિનું પાક્યાંતર, અર્થ અને ધ્વનિનો વિસ્તાર રસપૂર્વક છવાયેલો છે. આ છ પ્રકરણોની વિશેષતા એ છે કે પ્રત્યેક પ્રકરણની સામગ્રી એક સ્વતંત્ર પ્રકરણ જેવી સમૃદ્ધ છે. આ પ્રકરણોનું અલગ અલગ વ્યક્તિત્વ હોવા છતાં પ્રત્યેક પ્રકરણો સાથે એનો વિચારતંતુ સંકળાયેલો રહે છે. પ્રથમ પ્રકરણ રાસ સાહિત્યનું સ્વરૂપ અને વિકાસ દર્શાવતા પહેલાં નિબંધકાર સાહિત્યની વ્યાખ્યા અર્થ ગંભીર રીતે કરતા લેખે છે, “સાહિત્ય એક જાતનું ચૈતન્ય છે, સામાજિક તેજ છે, મનુષ્ય સંકલ્પની અમોઘ શક્તિ છે.” નિબંધકારના આ શબ્દો એની સાહિત્ય પ્રત્યેની ચેતના સર્જતાની પ્રતીતિ કરાવે છે. આ પ્રકરણમાં રાસા સ્વરૂપની વ્યાખ્યા, વિકાસ અને પ્રારંભથી વર્તમાન સુધીના જૈન રાસા સાહિત્યનો ઈતિહાસ નિર્દેશાએલો છે. નિબંધકારની અભ્યાસ નિષ્ઠતા અહીં વાચકને દર્શન થાય છે. બીજા પ્રકરણમાં રોચક અને રોમાંચક ઘટના એ છે કે નિબંધકાર આ રાસના રચયિતા શ્રાવક કવિ ઋષભદાસના ગામ ખંભાત બીજો જે ઘરમાં ઋષભદાસજી રહ્યાં હતાં અને જે સ્થાને બેસીને આ રાસનું સર્જન કર્યું હતું એ ઘરની આ લેખિકા મુલાકાત લે છે અને એક નવલકથાના રસની જેમ આ ઘટનાનું આલેખન કરે છે
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy