SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમધારી નિ સતવાદી, નીરમલ જસ આચાર /. કોડી એક કનિં નવી રાખઈ નવ વીધ બ્રહ્મ સાર //છ // ઢાલ - ૧૨ કડી નંબર ૯૬થી ૭માં કવિએ આચાર્ય પદના શાસ્ત્ર વર્ણિત પ્રતિરૂપતા' આદિ છત્રીસ ગુણોનું આલેખન કર્યું છે. આચાર્યજીના છત્રીસ ગુણ હોય, તે આનંદિત મનથી કહેશું. તેવા મુનિવરનું ધ્યાન ધરશું તેમ જ તેમની સંગે રહેશે. રૂપવંત એ આચાર્યને જુઓ, સુંદર શરીરથી શોભે છે. તેમને જોઈને રાજા ખુશ થાય છે તેમ જ લોકો બહુ પ્રેમ રાખે છે. કવિ અહીં અનાથકુમારનું દષ્ટાંત આપતાં કહે છે કે, કુમાર અનાથીને જોઈને શ્રેણિક રાજા સમકિત પામ્યા અને જૈનધર્મને સમજ્યા. આ રૂપનો મહિમા છે. તેજવંત એ આચાર્યને જુઓ કોઈ મર્યાદાનો ભંગ કરતા નથી. આમ તેઓ જૈનધર્મ તેમ જ શુદ્ધ ચારિત્રથી વધુ દીપે છે. યુગપ્રધાન – યુગવલ્લભ જુઓ, એ ત્રીજો ગુણ તું જાણ. પિસ્તાલીસ આગમ જે કહ્યા છે, તે મુખરૂપી વાણીથી બોલે છે. મધુર વચન મુનિવરનું જુઓ જેથી સહુને સંતોષ થાય છે. સાગર જેવા સાચા ગંભીર હોય, કે જે બીજાના દોષ ન બોલે. ચતુરપણું હોય પણ શુદ્ધ બુદ્ધિ જુઓ, કે જેઓ આનંદથી ઉપદેશ આપે છે. ધર્મ દેશના આપવા મુનિવરોમાં જરાપણ આળસ નથી. કોઈનું પણ વચન સર્વ સત્ય ન હોય એવા અનેકાંતવાદી જાણો. સૌમ્ય પ્રકૃતિ મુનિની હોય. સકળ શાસ્ત્રનો સંગ્રહ કરે, તેમ જ શીલવત ગ્રહણ થકી શોભે છે. અગિયારમો ગુણ અભિગ્રહધારી છે. પોતાની સ્તુતિ કરતા નથી. ચતુર (ચપળ) હોવા છતાં હોશિયારી બતાવતાં નથી. આનંદિત હૃદયવાળા મુનિ હોય. વળી શરીરના પ્રતિરૂપ વગેરે જાણો. આ ચૌદ ગુણ મોટા છે. મુનિવરના દશ ગુણ હવે કહેશું, તેમાં પણ ઘણો વિચાર રહેલો છે. મુનિવર ક્ષમાવંતમાં મોટા હોય તેમને અભિમાન હોય નહિ. માયારહિત એ આચાર્યને જુઓ, નિર્લોભી, તપ વળી ધ્યાન, સંયમધારી અને સત્યવાદી હોય. તેમનાં આચાર શુદ્ધ હોય. એક કોડી પણ પોતાની પાસે રાખે નહિ તેમ જ નવ પ્રકારે બ્રહ્મચર્ય પાળે. ઢાલા ૧૩ || દેસી. મનોહર હીરજી રે // રાગ. પરજીઓ / બાર ભાવનાના ગુણ બારઈ, આતમ ભાવીત હોસઈ /. સકલ પદાર્થ તે નર લહઈશ, સીવમંદીર નિં જસઈ |૮ // ગુણ તે નરણા રે, જે મુની અતી ગુણવંતો / ક્રોધ માંન માયા મદ મછર, આણ્ય કામ જ અંતો // ગુણ તે નરણા રે, જે મુની અતી ગુણવંતો // આંચલી // અનીત ભાવના નર એમ ભાવઈ, ધ્યન યૌવન પરીવારો / ગઢ મઢ મંદીર પોલિ પગારા, કો નવી થીર નીરધારો //૯ // ગુણ.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy