SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના કરવાથી અરિહંત થવાય. ૯) નવમું દર્શન (નિર્મળ સમ્યકત્ત્વ) જાણવું, ૧૦) દસમું વિનય બતાવ્યું છે, ૧૧) આવશ્યક (પ્રતિક્રમણ) નિર્મળ રાખવું, ૧૨) શીલવ્રત જિનવરની સાક્ષીએ પાળવું, ૧૩) તેરમું ક્રિયા બતાવ્યું છે. ૧૪) હે ગણધર ગૌતમ સ્વામી! ત્રિવિધિથી (મન, વચન, કાયાથી) તપની આરાધના કરવી, ૧૫) જિનવરની સમ્યક પ્રકારે ભક્તિ કરવી, ૧૬) ચરણ વંદન- પૂજવા, ૧૭) શુદ્ધ ચારિત્ર પાળવું, ૧૮) નવો-નવો જ્ઞાનાભ્યાસ કરવો, ૧૯) શ્રત પૂજા પણ કરવી, ૨૦) તેમ જ ચતુર્વિધ સંઘનું પૂજન કરવું. આવી રીતે વીસ સ્થાનકની આરાધના કરવાથી તીર્થંકર નામ ગોત્ર બંધાય. દૂહા. ||. વીસ થાનક સેવી કરી, જે સર્યા ગુણવંત / તાસ તણા પદ પૂજીઇ, તે ભજીઈ ભગવંત (૮૪ // પૂર્ષિ પાતિગ છૂટીઈ, જપીઈ જિનવર સોય | ચ્ચાર પ્રકારિ સધહતા, શક્તિ નીર્મલ હોય //૮૫ // ચ્યાર નખેડા જિનતણા, ત્રીજઈ અંગિ જોય | એણી પરિ જિન આરાધતા, આતમ નીર્મલ હોય //૮૬ // નાંમ જિન પહઇલું નમું, ભાવ જિના ભગવંત / દ્રવ્ય જિન ચોથઈ થાપના, સહુ સેવો એક ટ્યત ૮૭ // જિનપ્રતિમા જિનમંદિર ઈં પ્રેમ કરી નિ જય /. આશાતના ભગવંતની, નર મમ કર્યો કોય ||૮૮ // કડી નંબર ૮૪થી ૮૮માં કવિએ ચાર પ્રકારની શ્રદ્ધા તેમ જ જિનના ચાર નિક્ષેપ બતાવ્યાં છે. જેમણે વીસ સ્થાનકની આરાધના કરી છે તે ગુણવંત ભગવંતોનું સ્મરણ કરવું તેમના ચરણ પૂજવા તેમ જ તે ભગવંતોને ભજવા. તેમને પૂજવાથી પાપોનો નાશ થાય છે, માટે તે જિનવરનું ધ્યાન ધરવું. કવિએ અહીં ચાર પ્રકારની શ્રદ્ધાનો ઉલ્લેખ માત્ર કર્યો છે. તેનાં નામ આ પ્રમાણે છે : ૧) પરમસંથવો અર્થાત્ પરમાર્થના જ્ઞાતા હોય તેનો પરિચય કરવો, ૨) સુદિઠ પરમલ્થ સેવણા અર્થાત્ રત્નત્રયીના આરાધકનો સંગ કરવો. સેવા ભક્તિ કરવી, ૩) વાવન વજ્જણા અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્રને પામીને ભ્રષ્ટ થયાં હોય તેની તેમ જ ૪) કુદંસણ વજ્જણા અર્થાત્ જેનું દર્શન ખોટું છે તેવા ૩૬૩ પાખંડી મતનો ત્યાગ કરવો. આમ ચાર પ્રકારની શ્રદ્ધા કરવાથી સમકિત નિર્મળ બને છે. એ પછી જિનના ચાર, નિક્ષેપનો ઉલ્લેખ કરતાં કહે છે કે, “શ્રી સ્થાનાંગ સૂત્ર' ત્રીજામાં જો જિનનાં ચાર નિક્ષેપ બતાવ્યાં છે. એવી રીતે જિનવરને આરાધવાથી આત્મા નિર્મળ થાય છે. જેમ કે, ૧) નામ જિનને પહેલાં નમું છું, ૨) ભાવ જિન ભગવંત, ૩) દ્રવ્ય જિન અને ૪) ચોથું સ્થાપના છે. એકચિત્તથી સહુ આરાધો. અહીં દ્રવ્ય નિક્ષેપની વાત કરતાં કહે છે કે જિનમંદિરમાં જિનપ્રતિમાને પ્રેમથી જોવી. ભગવંતની આશાતના કોઈ પણ કરશો નહિ.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy