________________
દુહા. . ચીત ચોખું નીત રાખીઇ, હઈઈ સુ જિનવર ધ્યાન /
કર્મરહીત જિન ધ્યાઈઇ, તો લહીઈ બહુ માન //છ૧ // કડી નંબર ૭૧માં કવિ કર્મરહિત એવા જિનવરનું ધ્યાન ધરવાનું કહે છે.
નિત્ય ચિત્ત નિર્મળ, પવિત્ર રાખવું. હૈયામાં જિનવરનું ધ્યાન ધરવું. કમરહિત એવા જિનવરનું ધ્યાન ધરવાથી બહુ માન મળે.
ઢાલ || ૯ || દેસી. એણી પરિ રાય કરતા રે // હુ જં! જિન સોય રે, કર્મ ઈ મુકીઓ /
સીવમંદિર જઈ, ટૂંકીઓ એ //૭ર // ટાલિ આઠઈ કર્મ રે, નાણાંવર્ણીએ /
કર્મ કઠણ, જે દંસણા એ //૭૩ // મોહની નિં અંતરાય રે, એ પણિ ખઈ કરઈ,
તવ અરીહા કેવલ વરઇ એ //૭૪ // આઉખું નિં નામ કર્મ રે જગી વેદની,
ગોત્ર કર્મ જિન ખઈ કીઉં એ //૭૫ // ઢાલ - ૯ કડી નંબર ૭રથી ૭૫માં કવિ જિન ભગવંતે ક્ષય કરેલા આઠ કર્મોના નામ દર્શાવે છે.
જે જિનવર બધાં કર્મનો ક્ષય કરીને શિવમંદિરમાં જઈને વસ્યા છે એમને હું વંદુ છું, કે જેમણે આઠ કર્મ ને ખપાવી દીધાં છે. જેવાં કે જ્ઞાનાવરણીય કર્મ, બીજું કઠિન દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. આ ચાર ઘાતી કર્મનો ક્ષય કરી અરિહંત ભગવાન કેવળજ્ઞાનને મેળવે છે. પછી આયુષ્ય કર્મ, નામ કર્મ, વેદનીય કર્મ અને ગોત્ર કર્મ. આ ચાર અઘાતી કર્મનો પણ જિનભગવંતો ક્ષય કરે છે.
દુહા | આઠિ કર્મ જેણઈ ખેપવ્યાં, કીઓ સુપરઉપગાર / નર ઊત્તમમાં તે કહ્યું, તીર્થંકર અવતાર //૭૬ // અંદ્રાણી પદવી લહી, લઘુ તે ચકી ભોગ / તીર્થંકર પદ નામનો, એહ લહો સંયોગ //૭૭ // પૂર્વ પૂણ્ય કીઆ વ્યનાં, એ પદવી કિમ હોય / વિસ થાનક વિણ સેવીઇ, જિન નહિ થાઈ કોય //૦૮ //