SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ નં. ૨૮૬ :- વસ્તુપાલ-તેજપાલના મોટાભાઈ માલદેવ (મલ્લદેવ)ના શ્રેયાર્થે પુત્ર પુનસીંહે (પૂર્ણસિંહે) બનાવેલ શ્રી નેમિજિન પરિકર છે. સંપાદન પદ્ધતિ :- પ.પૂ. મુનિરાજ શ્રી વિશાલવિજયજી મ.સા. પંડિત શ્રી ભગવાનદાસ જૈન, અંબાલાલભાઈ જેવા સાક્ષરો પાસે પ્રાચીન પ્રતિમાના, જિનાલયની પ્રશસ્તિના, ગ્રંથપ્રશસ્તિના લેખોનો ઉતારો કરાવતા. અસ્પષ્ટપ્લેખો-દેશ્યપ્રયોગો સુધારી ફાઈનલ મેટર પોતે તૈયાર કરતા. આવા કેટલાક લેખો સમયે-સમયે પુસ્તકરૂપે પ્રગટ પણ થતા. ક્યારેક કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે તે અપ્રગટ રૂપે પણ પડ્યા રહેતા. આવા કેટલાક અપ્રગટ લેખોનું અહીં સંપાદન કર્યું છે. પૂજ્યશ્રીની સંશોધિત કરેલ મેટરમાં પણ ક્યાંક-ક્યાંક નજરચૂક જણાતા યથાયોગ્ય તે સુધારી છે અને ન સમજાય ત્યાં પ્રશ્નવાચક ચિહ્ન કરેલ છે. બે નામની વચ્ચે (-) નિશાની મુકી નામોને સમજવા પૂરતા છૂટા પાડવા શક્ય પ્રયત્ન કર્યો છે. જે દેરાસરની પ્રતિમાના લેખો લેખસંગ્રહમાં હોય તે પ્રતિમા આજે ત્યાં હોય અથવા ન પણ હોય, કદાચ તે આખે-આખું દેરાસર અન્ય ગામમાં સ્થળાંતરિત કરાયું હોય એમ પણ બને. પરંતુ અમે તે અંગે કશું જ નોંધી શક્યા નથી. ખાસ પૂજયશ્રીની મહેનતને પુસ્તક સ્વરૂપ આપવા જ આ યથાશક્ય પ્રયત્ન કર્યો છે. પ્રકાશનનિમિત્ત :- સં. ૨૦૬૫ નું ચાતુર્માસ ભાવનગર હતું. ભાવનગરમાં બે જૈન ગ્રંથાલયનો ખ્યાલ હતો (૧) શ્રી ડોસાભાઈ અભેચંદ જૈન પેઢીભંડાર (૨) શ્રી આત્માનંદ જૈન સભા. તે વખતે પૂ. મુનિ શ્રી જયંતવિજયજી મ. તથા પૂ. મુનિ શ્રી વિશાલવિજયજી મ.ના આલેખિત પુસ્તકમાં શ્રી યશોવિજય ગ્રંથમાળાનું નામ વાંચ્યું અને શોધ-ખોળ માંડી. વ્યવસ્થાપકોનો સંપર્ક થયો. જોગાનુજોગ ત્યાંથી પૂ. વિશાલવિજયજી મ. દ્વારા તૈયાર કરેલ પ્રસ્તુત ગ્રંથની પ્રેસમેટર મળી. લેખો તો માત્ર ૨૮૫ જ હતા. પણ તે કાળે અલગ-અલગ સ્થળેથી મહામહેનતે લેખો ઉકેલી સંગ્રહ કરવો તે કામ સરળ તો નહોતું જ. શ્રી યશોવિજય ગ્રંથમાળાના ના વહીવટદારોની સહાયથી આજે તે લેખો પ્રકાશિત કરવાની પૂજયશ્રીની ભાવના પૂર્ણ કરવામાં અમે નિમિત્ત બન્યા એ અમારે માટે ગૌરવની વાત છે. વળી-આ પુસ્તક પૂ.પ્રવર્તક મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મહારાજ સાહેબે
SR No.022863
Book TitlePrachin Pratima Lekh Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay, Vijaysomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2011
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy