SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ . (A) શિલાલેખ :- પર્વતની, આરસની કે અન્ય શિલા ઉપર કોતરેલા લેખો તે શિલાલેખ. તે કાળના રાજાના શાસનની-રાજ્યવ્યવસ્થાની-શ્રીસંઘે કે શ્રાવકોએ બનાવેલી નૂતન ચૈત્યનિર્માણ-જીર્ણોદ્ધાર વગેરેની હકીકતો તેમાં લખાતી હતી. અશોકના શિલાલેખ, ખારવેલની ગુફાના લેખો, ચિત્રકૂટ વીર જિન ચૈત્યપ્રશસ્તિ, જેસલમેર પાર્શ્વજિનચૈત્યપ્રશસ્તિ જેવા શિલાલેખો ૧OOO-૧૨૦૦-૧૫OO કે વધુ વર્ષોથી ઉપલબ્ધ છે. (B) તામ્રપત્ર :- તાંબાના, સોનાના કે ચાંદીના પતરા (પત્ર) ઉપર પ્રાપ્ત લેખો. આ લેખો શાસક દ્વારા પુરસ્કાર-ભેટ સોગાદ રૂપે અપાયેલ જમીન-જાગીર કે અન્ય બાબતોના દસ્તાવેજી પૂરાવા કહેવાય. તે તામ્રશાસનના નામે પણ ઓળખાય છે. આજે ઘણા સંગ્રહાલયોમાં આવા શાસનો જોવા મળે છે. (C) સિક્કા :- રાજાએ પોતાના રાજ્યકાળમાં બનાવેલ પોતાના નામથી યુક્ત ચલણ, સોનામહોર-રૂપ્યમહોર વગેરે એના જ જુદા જુદા રૂપો છે. (D) પ્રતિમા :- ધર્મના અનુયાયી એવા લોકો દ્વારા તે-તે દેવતત્ત્વની ઉપાસના માટે વેલ-પત્થર-ધાતુ કે કાષ્ઠમાં બનાવેલ આલંબન તે પ્રતિમા. | તામ્રપત્ર-સિક્કાની જેમ તેની ઉપર પલાઠીના સ્થાને જેવી કે, રાજાશ્રાવક-શ્રાવિકાના નામ, પ્રતિષ્ઠાપક આચાર્યના નામ, ગચ્છ-સંવત વગેરે કેટલીક બાબતો કોતરાતી. પ્રસ્તુત સંગ્રહમાં આપણે થોડા તેવા પ્રતિમા લેખોની વાતો કરીશું. લેખ-લેખનકળા વિકાસ :- જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહમાં પૂ. મુનિ શ્રી કાંતિસાગરજી મહારાજ જણાવે છે કે ‘xxxસર્વ પ્રથમ મૂર્તિનિર્માણમાં કાષ્ઠ કે પત્થર વગેરેનો ઉપયોગ થતો હશે. પણ કાળ પરાવર્તનશીલ છે અને કલાકારો પણ સમયના ઉપાદાનો ની (નવનિર્માણની) ઉપેક્ષા કરતા નથીxxx' ‘xxxએ યુગમાં ધાતુની ઢાળેલી પ્રતિમાજી પણ પ્રચૂર બનવા લાગી. તે સમયે જૈનોમાં પણ આ રીતે ધાતુની પ્રતિમાજીઓ બનવા લાગી xxx'. ‘xxx પ્રાચીન ધાતુ પ્રતિમાજીની કળા જોતા જ્ઞાન થાય કે એ દિવસોમાં તે પ્રાયઃ પરિકર વગરની જ બનાવવામાં
SR No.022863
Book TitlePrachin Pratima Lekh Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay, Vijaysomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2011
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy