SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાય, ભારતીય સંસ્કૃતિના ઉત્તમ અંશોમાંથી, જગતને પ્રાપ્ત થઇ શકે તેમ છે. ભગવાન મહાવીરની અહિંસા, ભગવાન બુદ્ધની કરુણા જગતને માટે તારણહાર બની શકશે એ વિશે કોઇ જ શંકા નથી. જૈનધર્મ આ ભૂમિનો ભારતવર્ષની ભૂમિનો ખૂબ પ્રાચીન ધર્મ છે. આ ધર્મના પ્રારંભ વિશે ચોક્કસ વિગત આપી શકાય તેમ નથી પરંતુ હિંદુ ધર્મ ગ્રંથો વેદ વગેરેમાં જૈન ધર્મના અને એ ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના ઉલ્લેખો મળી આવે છે તેથી આ ધર્મ ખૂબ પ્રાચીન છે એનું સમર્થન મળે છે. આ ધર્મના જૂનાં નામો ‘શ્રમણ ધર્મ’, ‘નિગ્રંથ ધર્મ’, ‘જિન ધર્મ' આદિ મળે છે. ‘જૈન ધર્મ એવો ઉલ્લેખ ધણા સમય પછી મળે છે અને આજે જૈન ધર્મ' એવી સંજ્ઞાથી એ જગતભરમાં જાણીનો બન્યો છે. - - લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલા આ આરાના ૨૪માં ચરમ (અંતિમ) તીર્થંકર ભગવાન મહાવીરે એમની પૂર્વ થઇ ગયેલા ભગવાન પાર્શ્વનાથ આદિ તીર્થંકરોની અમર વાણીને એની સુંગધને વિશ્વભરમાં પ્રસરાવવાનું સમન્વય કાર્ય કર્યું છે. ભગવાન મહાવીરની વિચાર સંપત્તિમાં મૌલિક અંશો અવશ્ય છે, બાકી મુખ્યત્વે તો તેઓના વિચારોમાં તેમની પૂર્વે થઇ ગએલાં ૨૩ તીર્થંકરોની અમરવાણીનું આધ્યાત્મિક નવનીત જ મળે છે. વર્તમાન જાગતિક પરિસ્થિતિમાં ભગવાન મહાવીરનું જીવનદર્શન મહાન ઉપકારક બની રહેશે. માણસ-માણસ વચ્ચે સંવાદિતા અને સ્નેહની, મૈત્રી અને ઉદારતાની ભાવનાના ખરા વિકાસ માટે અહિંસા, ક્ષમા અવેર અને અપરિગ્રહને સર્વધર્મસમભાવ અને સમતાને યોગ્ય સ્થાન આપવું જોઇશે. ‘જીતવી જાતને સાચી, અન્યને જીતવા થકી' - વિજય પોતાની જ વૃત્તિઓ પર, અપૂર્ણતાઓ પર અને ઇન્દ્રિયો પર મેળવવાની વાત ભગવાન મહાવીરે જગત સમક્ષ રજૂ કરી એક અનોખો માર્ગ દર્શાવ્યો અને ઉત્તમ જીવનસાધના રજૂ કરી. - ૨ આવી ઉત્તમ જીવનસાધના, ભગવાન મહાવીરે એમના શિષ્યો ગણધરો મારફત આગમ ગ્રંથો મારફત લોકો સુધી પહોંચાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની માન્યતા મુજબ આગમ ગ્રંથોની સંખ્યા ૪૫ છે; શ્વેતાંબર સ્થાનકવાસી તથા તેરાપંથી જૈનોની માન્યતા અનુસાર ૩૨ આગમ છે જ્યારે દિગંબર જૈનોની માન્યતા મુજબ, ભગવાન મહાવીરની વાણીની શ્રદ્ધેય વાચના આગમમાં મળતી નથી. ભગવાન મહાવીર અને સંયમજીવન
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy