SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની ઉત્કૃષ્ટ તપ સાધનામાં સતત જાગૃતિ, ચેતના અને ધ્યાનમગ્નતા અભિપ્રેત હતી. ભગવાનના સહજ થઇ જતા બાહ્ય તપ સાથે આવ્યંતર તપના અનુસંધાનનું અદ્ભુત સાયુજય રચાતું. ભગવાને બે માસથી વધારે તો ક્યારેક છ મહિનાના ચૌવિહાર ઉપવાસ કર્યા હતા. ઠંડા તુચ્છ કે ફેંકી દેવા યોગ્ય બિલકુલ અમનોજ્ઞા આહાર કરી લેતા. આ વાત ભગવાનના આહાર પ્રત્યેના તદ્દન અનાસક્ત ભાવનાં દર્શન કરાવે છે. શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયથી વિરક્ત થઇને મન કે અલ્પભાષી બની ઠંડીના સમયે પણ છાયામાં રહી ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરતા. ઉનાળાની બળબળતી બપોરે સૂર્ય સામે ઉગ્રતાપમાં સૂર્યાભિમુખ આતાપના લેવા છતાં જીવમાત્ર સામે ચંદન જેવી શીતળતા વરસાવતાં પાચેય ઇન્દ્રિયોને સંયમમાં રાખી કષાય પર વિજય પ્રાપ્ત કર્યો. આપણને પ્રશ્ન થશે કે ભગવાનનું શરીર, ધર્મસાધનામાં બાધક ન હતું છતાં - ભગવાન કાયાકષ્ટ શું કામ આપતા ? 1, * ભગવાનની આ સહજ જીવનચર્યા હતી. સંયમ અને તપની અતંરધારામાં એ એવા તલ્લીન બની જતા કે બાહ્ય અપેક્ષાની પૂર્તિનો પ્રશ્ન જ ગૌણ બની જતો. શારીરિક કષ્ટોના દર્દની અનુભૂતિ એવી વ્યક્તિઓને વધુ થાય છે, જેની, અધ્યાત્મચેતના સુપ્ત હોય. ભગવાનની અધ્યાત્મ ચેતનાનું જાગરણ પૂર્ણતઃ હોવાથી તેમની તપ સાધનાની જાગૃતિ સમાધિપ્રેક્ષા અને અપ્રતિજ્ઞા સાથે જોડાયેલી હતી તેથી તેઓ ગમે તેવા કઠિન તપ કરવા સાથે સતત સમાધિભાવ માંજ રહેતા અને તેઓ કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે હઠાગ્રહથી પ્રેરિત સંકલ્પથી તદ્દન મુક્તાવસ્થામાં હતા. અનાર્ય પ્રદેશની ગુફા, કોતરો, ખંડેર, વેરાન સ્થળો કે ભયંકર વનમાં તેમનું વિચરણ થતું. સાધના દરમ્યાન શરીરના બાહ્ય કે આંતરિક રોગોનો પ્રતિકાર કરવા, ભગવાન ઔષધ ઉપચાર કરવાની ઇચ્છા પણ ન કરતા. આ વાત શરીર પ્રત્યેના અનાસક્ત ભાવની પ્રતીતિ કરાવે છે. ((૨૯) ૨૯ ભગવાન મહાવીર અને સંયમજીવઠા )
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy