SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનથી જીવનમાં આવતું આમૂલ પરિવર્તન : આત્માના જ્ઞાનમય, આનંદમય, શાશ્વત સ્વરૂપી સ્વાનુભવસિદ્ધિની. પ્રતીતિ થતાં ભવભ્રમણા ભાંગી જાય છે. બાહ્ય જગત તેને સ્વપ્ન જેવું નિઃસાર લાગે છે. સમ સંવેગ, નિર્વેદ અનુકંપા અને આસ્થા જેવા લક્ષણો એનામાં પ્રગટ થાય છે. શાશ્વત સ્વરૂપની પ્રતીતિ થતાં હવે તેને મૃત્યુનો ભય પણ સ્પર્શતો નથી. સમ્યફચારિત્ર : જિનેશ્વરદેવના શાસનમાં સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાન પછી સમ્યફચારિત્રનું સ્થાન છે. આત્માને સર્વ પાપથી મુક્ત બનાવનારુ ચારિત્રા છે. જગતના સર્વે જીવોને અભયદાન આપનારું ચારિત્ર છે. આત્મગુણોમાં સ્થિરતા આપી કર્મમાત્રનો ક્ષય કરનારું ચારિત્ર છે. સમ્યકદર્શન અને સમ્યફજ્ઞાન મેળવ્યા પછી જયાં સુધી સમ્યફચારિત્રનું પાલન માનવના જીવનમાં આવતું નથી ત્યાં સુધી મોક્ષ મળતો નથી. જ્ઞાનનું ફળ વિરતિ છે-ચારિત્ર છે. જ્ઞાન અને ક્રિયાથી અર્થાત આચરણથી મોક્ષ મળે છે. ચારિત્ર એટલે શું ? સંચિત કરેલાં કર્મોનો ક્ષય કરે તે ચારિત્ર અથવા આત્મસ્વરૂપમાં ચરણ, વિચરણ, રમણતા તે ચારિત્ર છે. “સર્વથા સિદ્ધિ' માં ચારિત્ર માટે કહ્યું છે. જે આચરણ કરે છે, જેના દ્વારા આચરણ કરાય છે અથવા આચરણ કરવું તે ચારિત્રા છે. ચારિત્રધર્મ એટલે સર્વજીવોનું એકાંતે હિત મનથી ઇચ્છતા, આત્માનાં પરિણામ અર્થાત્ સર્વસત્તવાહિતાશય. ભગવતી આરાધના માં કહ્યું છે. જેનાથી હિતને પ્રાપ્ત કરાય છે અને હિતનું નિવારણ કરાય છે અને ચારિત્ર કહે છે અથવા સજજન જેનું આચરણ કરે છે તેને ચારિત્ર કહે છે. સંસારમાં પરિભ્રમણ કરાવનારા સર્વ હેતુઓના નાશ કરનારા અને અંતરમોક્ષને પ્રાપ્ત કરાવનારાં આત્માનાં પરિણામ સમ્યફચારિત્ર છે. જીવ જયારે વિષય અને કષાયોનાં પરિણામોનો ત્યાગ કરી જ્ઞાતા અને દૃષ્ટાપણાનો ભાવ કેળવે છે ત્યારે તે સંસારનાં સમગ્ર કાર્યો પરત્વે નિર્વેદભાવનો અનુભવ કરે છે. ((૧૯) ભગવાન મહાવીર અને સંયમજીવન )
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy