SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત ગુણોની સાથે જ્ઞાનગુણ પણ કર્મોથી આવરિત છે. એ આવરણ દૂર કરવાની તાકાત પણ સમ્યકજ્ઞાનમાં છે. આ જ્ઞાન ગુણ જ જીવ અને અજીવનો ભેદ સમજાવે છે. પ્રત્યેક જીવમાં કર્માનુસાર જ્ઞાનની તીવ્રતા કે મંદતા હોય છે. સાધનાના ક્ષેત્રે જીવ જેમ જેમ પુરુષાર્થ વડે આગળ વધતો જાય છે તેમ તેમ કર્મનાં પડળો દૂર થતા જાય અને જ્ઞાનગુણનો વિકાસ થતો જાય છે જેનો જ્ઞાનગુણ પ્રકાશિત છે તે, પોતાના આત્મસ્વરૂપ નિજાનંદને માણી શકે છે સ્વભાવદશાનું વાસ્તવિક સ્વરૂપ પામે છે. જડ અને ચેતનને સમજાવનાર જ્ઞાનગુણને કારણે જ જીવાત્મામાંઅન્ય જીવમાત્ર પ્રત્યે મૈત્રી, કરુણા, માધ્યસ્થ ભાવ, પ્રમોદભાવ વગેરે અપૂર્વભાવો સ્થાયીરુપ વસે છે. આરાધનાના ક્ષેત્રે સમ્યકજ્ઞાનની જ કિંમત છે. માનવ જીવનમાં જ્ઞાના મેળવવા ખૂબ દોડધામ કરે છે, પરંતુ જયાં સુધી મેળવેલું જ્ઞાન સમ્યક ન હોય. ત્યાંસુધી તે જ્ઞાન કર્મનિર્જરાનું કારણ નથી બની શકતું. ચતુર્ગતિરુપ સંસારમાં જન્મ-મરણનાં કારણભૂત કર્મોથી મુક્ત થવા સમ્યકજ્ઞાનની પ્રથમ જરૂર છે. સમ્યકત્વ વિનાનું જ્ઞાન માનવને, જીવનમાં ભૌતિકસમૃદ્ધિ, માન, સન્માન, પૈસો, પ્રતિષ્ઠા જરૂર અપાવશે પરંતુ-આત્મકલ્યાણ માટે, ભવની પરંપરા તોડવા માટે, કર્મની નિર્જરા કરવા માટે તો સમ્યકજ્ઞાન અનિવાર્ય છે. જ્ઞાનગુણોનો પૂર્ણ વિકાસ તે કેવળજ્ઞાન છે. જ્ઞાનગુણની સંપૂર્ણ શુદ્ધ પર્યાય કેવળજ્ઞાન છે. પરંતુ જાણપણાની તરતમતાને કારણે જ્ઞાનના પાંચ પ્રકાર દર્શાવેલ છે. ઠાણાંગસૂત્ર, નંદીસૂત્ર, તત્ત્વાર્થસૂત્ર આદિ ગ્રંથોમાં (૧) મતિ, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મનપર્યવ, (૫) કેવળ - પ્રકાર દર્શાવેલ છે. પ્રત્યેકના પેટા પ્રકાર અને વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી છે. અહી આ બધી ચર્ચા અપ્રસ્તુત છે. પરિપૂર્ણજ્ઞાન તો માત્ર કેવળજ્ઞાન જ છે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બીજા કશાની આવશ્યકતા રહેતી નથી. જ્ઞાનીઓએ કહ્યું છે કે આપણે આપણા અજ્ઞાનને ઓળખીશું તો જ્ઞાનની ક્ષિતિજનો વિસ્તાર થશે. જ્ઞાનનો પુનિત પ્રકાશ અજ્ઞાનના અંધકારને આપણા જીવનમાંથી દૂર કરી, પવિત્રતા અને સાત્વિકતા તરફ આપણને લઇ જાય. જ્ઞાનરૂપી આંખ અને ક્રિયારૂપી પાંખ, આત્મપંખીનું ઉર્ધ્વગમન ફાવે છે. ૧૪) ભગવાન મહાવીર અને સંયમજીવન
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy