SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જૈવિક વારસા સાથે જન્મેલા હોય છે. તેમ જ તેઓ સામાજિક વારસાની અંદર જન્મેલા હોય છે. જો મનુષ્યને ઘડવામાં જન્મજાત સ્વભાવ જવાબદાર હોય અને વારસાદ ગુણોનું પોતાનું મહત્ત્વ હોય તો પછી આ કિસ્સામાં મહાવીર તેમના જન્મ સમયે પણ દિલ અને દિમાગ સંબંધી બધા જ ઉત્તમ ગુણોના ભાગ્યવંત માલિક હોવા જોઈએ. અને જો વિદ્વાનો તેમના નિર્ણયમાં સાચા હોય તો બાળક તેનાં માતાપિતા જેટલું જ ઉંમરલાયક છે. તો પછી મહાવીરની માતા તેમના ઉમદા સામાન્ય પરિવેશમાં પણ ઉચ્ચકક્ષા ધરાવતાં હોવાં જોઈએ. તેણી બધી જ ઉમદા વસ્તુઓ અંગે વિચારતાં હોવાં જોઈએ. સ્વપ્નોની બાબતમાં ક્રમ અને સજાવટ તો પછી આવે પરંતુ એક વસ્તુ સત્ય હોવી જોઈએ કે તેણીને દરેક વસ્તુની તેના આદર્શ સ્વરૂપમાં અને પૂર્ણ સ્વરૂપમાં અનુભૂતિ થતી હોવી જોઈએ. તેણીનું મન ‘છે’ ને બદલે ‘(હોવું) જોઈએ’ના પ્રદેશમાં ભ્રમણ કરતું હોવું જોઈએ. અને તેથી જ મહાવીર તેમના છેલ્લા જન્મમાં તેમની બધી નબળાઈઓ ૫૨ વિજય મેળવીને તેમની જાતને સંપૂર્ણ બનાવી, કે જે (નબળાઈઓ) તેમને તેમના અગાઉના જન્મોમાં તેમને નીચી કક્ષામાં ઘસડી ગઈ હતી. પરંતુ આપણે આ વિધાનની સચ્ચાઈ કેવી રીતે સાબિત કરી શકીએ અને કેટલીક સમર્થન કરતી હકીકતોની ગેરહાજરીમાં આપણો નિર્ણય વૈજ્ઞાનિક હકીકતોથી સંપૂર્ણ રીતે અલગ નહીં પડતો હોવા છતાં અગાઉની હકીકતોની જેમજ તેને વાહિયાત પણ ગણી કાઢવામાં આવે. સદ્ભાગ્યે પરંપરા આપણી મદદમાં આવે છે. ત્રિશલાદેવીને પણ નિમ્નાંકિત પ્રશંસાને પાત્ર આકાંક્ષાઓ હતી. એવી સામાન્ય માન્યતા છે કે સ્વાભાવિક રીતે જ સગર્ભા સ્ત્રીને તીવ્ર ઇચ્છા હોય છે - એવી તીવ્ર ઇચ્છા કે જેને પૂર્ણ કરવા માટે તેણી અતિ ઉત્સુક હોય છે અને એ ઇચ્છાની ગર્ભના મન ઉપર ગાઢ અસર હોય છે. તેણીની આ ઇચ્છા કઈ હતી તે હવે આપણે જોઈએ. * Imp. Dreams to Samarvira. There five reasons are given for dreams seen, heard, thought, God, experienced, health *૪૮ •
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy