SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉપર દર્શાવેલા કિસ્સામાં તે સ્વપ્ન નં. 11 સાથે બંધ બેસે છે.) કદાચ ઈશ્વરજ્ઞાનની દૃષ્ટિએ (Therophically) એમ દલીલ કરી શકાય કે સર્વજ્ઞતા એ જ તેના મસ્તકની પાછળની પાછળના પ્રભાચક્ર વડે અલંકૃતતા છે એમ માની શકાય. કાવ્યની દૃષ્ટિએ જોઈએ તો તેમના અનુચર દેવા દ્વારા તેમનાં ચરણ આગળ મૂકેલાં સુવર્ણકમળો પર ચાલવાની ક્રિયા એ પછીનાં વર્ણનોથી ખાસ અલગ પડતી નથી. ગમે તેમ પણ આ પરથી એ બાબત સ્પષ્ટ થાય છે કે સ્વપ્નવિદોને એ હકીકતની ખાતરી થાય છે કે તેના સંસારત્યાગ પછી તે ખૂબ જ માન પામશે અને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરશે; પરંતુ તેના સંસારત્યાગ પહેલાં બબ્બે તેના જન્મથી યે પહેલાં નિર્ભયપણે એવી આગાહી કરી શકાય કે તે સુવર્ણકમળો પર ચાલશે અને તેના મસ્તકની પાછળ પ્રભાચક્ર ધારણ કરશે અને વળી આપણે જાણી શકીએ કે સ્વપ્નવિદોને તે મહાન રાજા બનશે કે મહાન ધર્મોપદેશક બનશે તે વિશે ચોક્કસ ખાતરી ન હતી. પારંપરિક રીતે રજૂ થયેલી હકીકતોના પ્રકાશમાં હવે આપણે સમસ્યાને વધુ ઝીણવટથી તપાસવાનો પ્રયત્ન કરીશું. મહાવીરની કારકીર્દિના પાછલા દિવસોમાં સ્વપ્નવિજ્ઞાનનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો હતો અને જેવો તે વિજ્ઞાનના નિષ્ણાત હોવાનો . દાવો કરતા હતા અને તેનું અર્થઘટન કરવા માટે પોતાની જાતને તદ્દનસક્ષમ સમજતા હતા. તેમણે વિચાર્યું કે એક મહાન આત્માની થનાર માતા વિશિષ્ટ સ્વપ્નોનો સમૂહ જુએ છે અને ખૂબી એ હતી કે મહાવીર તેવા મહાન વ્યક્તિ હતા. આ પરથી સ્વાભાવિક તારણ એ કાઢી શકાય કે મહાવીરની થનાર માતાએ તે સ્વપ્નો જોયાં હશે. પરંતુ ત્રિશલાદેવીના ગર્ભાશયમાં મહાવીરનો આત્મા ગર્ભસ્થ થયા પહેલાં પારંપરિક વાર્તા મુજબ દેવાનંદા નામની એક અન્ય સ્ત્રીએ તે મહાન આત્માને ગર્ભરૂપે ધારણ કર્યો અને ત્યાંથી ઈન્દ્ર પોતાની વિચારધારા મુજબ તે ફલિતાંડની ફેરબદલી કરી, જો આમ જ હોય તો આ કિસ્સામાં અગાઉના જીવનચરિત્ર કથાકારો કહે છે કે દેવાનંદાએ પણ આવાં સ્વપ્નો જોયાં હોવાં જોઈએ. તેથી જ ચૌદની સંખ્યાનાં સ્વપ્નોની પારંપરિક વાર્તા આપણી પાસે - ૪૫ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy