SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સોનાના જેવો તેજસ્વી હતો, તે નિર્મળ જળથી ભરેલો હતો, તે શ્રેષ્ઠ, સુંદર ચમકતો હોવાથી (તેની ઉપરના) કમળોના જથ્થાને લીધે તેમજ તેની બેઠક ઉપર રહેલી બધા જ પ્રકારની સંપૂર્ણ શુભ ચીજોને લીધે બેહદ સુંદર લાગતો હતો. કમળ પર સ્થિત એવો આ કળશ અતિ ઉત્તમ રત્નોને લીધે અતિ તેજસ્વી અને આંખોને આનંદદાયક, તેમજ તેના અનન્ય ચળકાટને લીધે બેશક સર્વે દિશાઓને અજવાળતો એવો તે પોતાની સુંદર બેઠક ૫૨ શોભતો હતો. તેના ગળાની ફરતે બધી જ ઋતુનાં સુગંધીદાર પુષ્પોની માળા વડે શોભીતો એવો આ કળશ સર્વ પ્રકારનાં અમંગળ તત્ત્વોથી રહિત, પૂર્ણ ભાગ્યદંત, ભવ્ય, અત્યંત તેજસ્વી અને સુંદર લાગતો હતો. (42) પછી ફરીથી તેણીએ પદ્મસર નામનું નયનરમ્ય અને હૃદયને પ્રસન્નતા આપનારું કમળોથી શોભતું એવું કમળોનું સરોવર જોયું. આ સરોવર લાલાશ પડતું, પીળું જળપાંદડીઓવાળાં વિશાળ કમળોને લીધે બેહદ સુગંધ પ્રસરાવતું હતું, તે ઉગતા સૂર્યનાં કિરણોને પ્રસારતું, જળચર પ્રાણીઓના સમુદાયથી ભરપૂર હતું, તેનો જળનો સંગ્રહ મત્સ્યોને સુવિધા અને આનંદ આપતો હતો. સરોવર વિશાળ હતું અને દિ’કમળ (સૂર્યના પ્રકાશથી ખીલતાં કમળ), નીલકમળ (રાત્રે ખીલતાં કમળ), લાલ કમળ, બૃહદ્ કમળ અને પુંડરિક નામનાં શ્વેતકમળ જેવાં વિવિધ કમળોને લીધે વિશાળ અને વ્યાપક સૌંદયપુંજ પ્રસરાવીને ઝળહળતું હોય એમ લાગતું હતું. સરોવરના સૌંદર્યનું સ્વરૂપ મનોહર હતું. સરોવ૨નાં કમળોને મનોહર નર મધમાખીઓનો સમુદાય ચાખતો હતો અને તેમનાથી મધ બનાવતી મધુમક્ષિકાઓ મંત્ત બનતી હતી તેમજ તે સરોવરનું જળ ગાઢ ભૂખરા રંગની પાંખોવાળાં કદંબ નામના હંસ, એક પ્રકારના બગલા, મિજાજી હંસ, રાજહંસ અને ભારતીય બગલા વગેરેનાં ગર્વિષ્ઠ યુગલોના સમુદાયો વડે ઉપયોગમાં લેવામાં આવતું હતું અને વળી તે સરોવર મોતીઓ જેવાં દેખાતાં કમળોનાં પર્ણો ૫૨ ૨હેલાં જળબિંદુઓ વડે શોભતું હતું. (43) જેનું વદન પાનખરના ચંદ્ર જેવું શાંત-સ્વસ્થ હતું એવી તેણીએ (ત્રિશલાએ) તે પછી ફરીથી ક્ષીરસમુદ્ર જોયો, જેના કેન્દ્રિય ભાગની ~34~
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy