SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પોની અને મોતીની ગોળ માળાઓથી ચમકતા હતા. તેણી લાલરંગનાં સુવ્યવસ્થિત રત્નોથી સુંદર લાગતી હતી. મોતીઓની સુંદર દોરી કરતાં પણ શ્વેત એવો રત્નોનો હાર તેણીના ગળા પર દિનાર અને સુવર્ણમુદ્રાઓની દોરીની જેમ ચળકાટ મારતો હતો. તેણીનું વદન તેના ખભાને સ્પર્શે તે રીતે લટતાં ચમકદાર દ્રવ્યનાં બનેલાં કર્ણફૂલથી અત્યંત સુંદર લાગતું હતું. તેણીનાં નયન વિશાળ, આકર્ષક અને કમળ જેવાં નિર્મળ હતાં. તેણી તેના ભવ્ય હાથોમાં ગ્રહણ કરેલાં બે કમળપુષ્પોમાંથી રસનો છંટકાવ કરતી હતી અને રમતિયાળપણે તેમનો પંખા તરીકે ઉપયોગ કરતી હતી. તેણીના વાળનો ગૂંથેલો ચોટલો તદન ભિન્ન, શ્યામરંગી, ગાઢો, સુંવાળો અને નીચેની તરફ લટકતો હતો. (8) પછી ફરીથી તેણીએ આકાશી ઘુમ્મટની સપાટી પરથી નીચે તરફ આવતી ઈન્દ્રના સ્વર્ગમાંનાં પાંચ વૃક્ષો પૈકીના એક એવા મંદારનાં અને પરવાળાના વૃક્ષનાં રસમય પુષ્પોનો લાલ ગુલાબી રંગનો સુંદર રીતે તૈયાર કરેલા હાર જોયો, જે ચંપક, અશોક, પન્નાગા, નાગ, પ્રિયાંગી, સિરસા, જૂઈ, મલ્લિકા, જતિ, જૂહી, કોક્યા, કોરંટકા, ધમાંકાપત્ર, નવમાલિકા, બકુલ, બોરસલી, તિલક, વસંતિકા, કુંદા, અતિમુક્તા અને સહાકરા, અતિશય સુગંધિત જાતનું આમ્રવૃક્ષ વગેરેનાં પુષ્પોનાં સુગંધિત રસની સુગંધથી અતુલ્ય રીતે મોહક એવો (હાર) બ્રહ્માંડની બધી જ દસે દિશાઓને સુવાસિત કરતો હતો. સર્વથી ચઢિયાતો એવો એ શ્વેત હાર સર્વ ઋતુનાં શ્વેત સુગંધિત પુષ્પોનો બનેલો હતો, જે તેજસ્વી અને મોહક હતો. તેમાં અનેક રંગોની ભવ્ય ગોઠવણી હતી. આ હારની આસપાસ તેની નજીક આવતી અને તેની ઉપર બેસતી ગણગણાટ કરતી છ ફૂટની મક્ષિકાઓ, મધુમક્ષિકાઓ અને ભ્રમરોના ગુંજનનો સુમધુર રવ પ્રસરતો હતો. (88) તેણીએ તેના તેજસ્વી પ્રકાશથી તેજસ્વી રીતે ચળકતો પૂર્ણ ચંદ્ર જોયો. ચંદ્રનો પ્રકાશ ગાયના દૂધ જેવો, ફીણ જેવો, જલતુષાર જેવો અથવા રૂપાની બરણી જેવો, શ્વેત હતો તે આંખ અને હૃદય માટે મજાનો - ૩૩ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy