SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય લોકો કે જેમણે તેમને ચોર ઠરાવ્યા હતા તે બાબતો આપણને વિચાર કરતા કરી મૂકે છે અને કોઈપણ વ્યક્તિ આ બાબત સહેલાઈથી સમજાવી શકતી નથી, સિવાય કે તે મહાવીરના સમકાલીનો કે જે કૃત્રિમ નમ્રતા ધરાવતા હતા તેમના વર્તન ઉપર આ બોજો ખસેડી દે અને તેઓ (મહાવીરના સમકાલીનો) દરિદ્ર ગ્રામવિાસીઓની અંદર આવાં વલણો જગાડી દેતા હતા. તેમની વાણી વિશે : અહિંસાના પુરસ્કર્તા તરીકે મહાવીરને આક્ષેપયુક્ત વાણી વડે અન્યોને નારાજ કરવાનો ખ્યાલ તેમના હૃદયના ઊંડાણથી પણ નાપસંદ હતો. સંન્યાસીઓ માટેના આદેશો પૈકીના એકમાં તેમણે સ્પષ્ટપણે આદેશ આપ્યો છે કે શ્રમણે અસત્ય ભાષણથી શુદ્ધ (દૂર) રહેવું જોઈએ. ક્રોધાવેશમાં આવીને કે ફાયદો મેળવવા માટે થઈને સંન્યાસીએ અસત્ય વાણી પ્રત્યે અસંયમી બનવું જોઈએ નહીં. કેવળ મશ્કરી ખાતર પણ સંન્યાસીઓને અસત્ય ભાષણ કરવાની અનુમતિ આપવામાં આવતી ન હતી, સંન્યાસીએ અસત્યનો આશરો લેવો જોઈએ નહીં, તેમજ અન્ય વ્યક્તિઓને તેમ કરવા માટેનું કારણ પણ તેણે ઊભું જોઈએ નહીં અથવા અન્યોને તેમ કરવા માટે પોતાની સંમતિ પણ આપવી જોઈએ નહીં. અસત્ય વાણીથી સંપૂર્ણપણે દૂર રહેવા માટેનો નિયમ પણ વિગતપૂર્ણ રીતે ઘડી કાઢવામાં આવ્યો છે. વધુમાં સંન્યાસીએ પોતાની જાતને અસત્ય વાણીથી શુદ્ધ રાખવા ઉપરાંત તેણે તે ગમે તેટલાં સત્ય હોય તો પણ ઉદ્ધત વિધાનો કરવા જેટલા અસંયમી બનવું જોઈએ નહીં, કારણ કે તેઓ સંન્યાસીને સારું કરવાને બદલે વધારે નુકસાન કરે છે. ભગવતી સૂત્ર શતક 5 ઉદેશક 9માં એક શ્રીમંત માણસે જૈનધર્મમાં ધર્મપરિવર્તન કર્યું તે બનાવ નોંધે છે. તે તેની વિષયલંપટ પત્ની દ્વારા મુશ્કેલીમાં મૂકાયો હતો કે જે વારંવાર તેને તેણીની સાથે જાતીય ભોગો ભોગવવા માટે લલચાવતી હતી. મહાશતક કે જે એક સાદગીપૂર્ણ મનુષ્ય હતો અને જેણે તાજેતરમાં અવધિ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે આનાથી ચિડાઈ જતો હતો અને તેણે ભવિષ્ય ભાખ્યું હતું કે તેણી સાત જ દિવસની અંદર અવસાન પામશે, અને ત્યારપછી ચિરકાળ માટે તેણી નર્કનાં દુઃખો - ૪૧૩ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy