SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક જ્ઞાન મેળવવા માટે પરિપક્વ અને તૈયાર છે. તેમણે નયસારને ધાર્મિક બાબતોનું જ્ઞાન આપ્યું જે તેમના પોતાના દ્વારા સચવાઈ રહેવાની શક્યતા ન હતી. અને અહીં પ્રથમવાર જ બીજ વવાયાં જેનાં મિષ્ટ ફળો તેમણે તેમના અંતિમ જન્મમાં ધારણ કર્યાં. આની પહેલાંના બધા જ જન્મો આપણા માટે મહત્ત્વના નથી, કારણકે જે વિકાસનું આપણે પગેરું કાઢવા માગીએ છીએ તેનું મૂળ માત્ર આ જન્મમાં જ પડેલું છે. હવે આપણે મહાવીરના ત્રીજા જન્મ પર આવીએ છીએ કે જેમાં તેઓ પ્રથમ તીર્થંકર ઋષભદેવના પૌત્ર અને ભરત ચક્રવર્તીના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમનું નામ મારિચિ હતું. એક વખત ઋષભદેવના મુખેથી ધાર્મિક પ્રવચન સાંભળીને તેમણે સંસારનો ત્યાગ કર્યો. શરૂઆતમાં પ્રચલિત રૂઢિઓનું તેમણે ઉગ્રપણે પાલન કર્યું, પરંતુ પછીથી તે રૂઢિઓનું પાલન કરવાનું તેમને પોતાના હાથે કશું ખોટું ન થાય એવા ખ્યાલથી મુશ્કેલ લાગ્યું. એક વખત ભરત ચક્રવર્તીએ ઋષભદેવ આગળ શંકા વ્યકત કરી કે તેમના મૃત્યુ પછી તેમની કક્ષાનો મહાન અને શ્રેષ્ઠ મનુષ્ય મળી શકવો એ દુષ્પ્રાપ્ય બાબત છે. ઋષભદેવે તેને જવાબ આપ્યો કે જે રીતે તારા પછી અગિયાર ચક્રવર્તીઓ પેદા થવાના છે તે જ રીતે મારા પછી પણ ઘણા તીર્થંકરો પેદા થવાના છે કે જેઓ ભ્રમિત લોકોને સાચા માર્ગ પર લાવશે. ખૂબ જ આનંદિત થઈને ભરત રાજાએ પૂછ્યું, ‘તાત, આ સભામાં એવી કોઈ વ્યક્તિ છે, કે જે ધર્મ/નિયમના ચક્રને ગતિશીલ બનાવી શકે ?’ ઋષભદેવે જવાબ આપ્યો, ‘તારો પોતાનો પુત્ર મારિચિ ત્રિપૃષ્યાના નામથી પ્રથમ વાસુદેવ બનશે. પછીથી ચક્રવર્તી પ્રિયમિત્ર તરીકે અને ત્યારબાદ ઘણા સમય પછી યથાકાળે મહાવીરના નામથી તે તીર્થંકર બનશે.’ આથી ભરત અત્યંત આનંદિત થઈ ઊઠ્યા અને મારિચિ જ્યાં બેઠા હતા ત્યાં ગયા અને ઋષભદેવે જે કહ્યું હતું તેના અનુસંધાનમાં તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો. આ જાણીને મારિચિ પોતાની જાતને કાબૂમાં રાખી શક્યા નહિ અને ~96~
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy