SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ સંતુષ્ટ થયા સિવાય મૃત્યુને ભેટે છે. (ધ્વનિ) 47 જે રીતે એક વિકારવશ સર્પ કે જે ઘેનકારક ઔષધની સુગંધથી આકર્ષાઈને તેના દરની બહાર આવે છે. (ગંધ) 50 જે રીતે એક વિકારવશ મત્સ્ય તેને ફસાવવા માટે મૂકવામાં આવેલા ગલમાં રહેલા ખોરાકને ગળવા માટે આતુર બને છે ત્યારે તેના દેહને ગલનો આંકડો આરપાર વીંધી નાખે છે. (63) જે રીતે એક વિકારવશ ભેંશ ઠંડા પાણીમાં ડૂબકી મારે છે અને કોઈ એક મગરમચ્છની પકડમાં આવીને મૃત્યુ પામે છે. (76) જે રીતે કામવાસનાથી ઉત્તેજિત થયેલો એક હસ્તિ એક હસ્તિની દ્વારા તેના માર્ગેથી ચલિત થાય છે. P. 138 Lec. 32 - ઉત્તરાધ્યયન સૂત્ર આ સત્યને જાણીને એક નિગ્રંથને સાક્ષાત્કાર થવો જોઈએ કે આનંદપ્રમોદ તેની જાત સાથે એકસમાન સિસંગત) નથી, પરંતુ તે તેનાથી અલગ છે. તેઓ તેને હલકી પાયરીએ ઉતારી દે છે અને તેનું મૂલ્ય ઘટાડે છે. આ આનંદ-પ્રમોદ અને મનોરંજનો છેવટે તેને છોડી દે છે, અને તે તેનાં પાપમય કર્મોનાં અનિષ્ટ પરિણામોને અનિચ્છાએ પણ ભોગવવા માટે તે એકાકી બની જાય છે. (અર્થાતુ પરિણામો તેણે એકલાએ જ ભોગવવાં પડે છે. આનંદપ્રમોદ એ કિમ્પાકાના ફળ જેવું છે, કે જો તેનું ભક્ષણ કરવામાં આવે તો તે સ્વાદ અને રંગમાં સુંદર લાગે છે, પરંતુ જ્યારે તેનું પાચન થાય છે ત્યારે તે જીવનનો નાશ કરે છે. અનિષ્ટ ફળો ભોગવવાના સમયે તેના બચાવ માટે કોઈ આવતું નથી, આવી પરિસ્થિતિમાં તેના પરિવારના સભ્યો કે સગાસંબંધીઓ પણ નહિ અને તે પોતે અંતે મૃત્યુનો ભક્ષ બને છે. 1. “અહીં ખરેખર કોઈક દુઃખમય બીમારી કે રોગ મારી ઉપર આવે છે જે વાસ્તવમાં અનિચ્છિત, દુઃખદાયક, અસ્વીકૃત, ત્રાસદાયક, દર્દદાયક, અને બિલકુલ આનંદદાયક નહિ તેવું હોય છે. હે પ્રિય! (ભોગવેલા) આનંદપ્રમોદ આ દર્દનાક બીમારી કે રોગ તમારી ઉપર લાવે છે, જે ઈચ્છિત નહીં એવા, દુઃખદાયક, અસ્વીકૃત, ત્રાસદાયક, દર્દદાયક, અને જે બિલકુલ આનંદદાયક નહિ એવા હોય છે, કે જે મારે ભોગવવા ન પડે, તેનો શોક ન કરવો પડે, મારી જાતને દોષ દેવો ન પડે, અશક્ત બનાવી દેનાર, ત્રાસદાયક અને અત્યંત દુઃખદાયક હોય છે. મને આ બીમારી કે રોગના દુખમાંથી બચાવો. પરંતુ તેની આ ઈચ્છા ક્યારેય પરિપૂર્ણ થતી નથી.” - ૫૯ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy