________________
અને મસ્તકના કેશનું મુંડન કરાવી નાખ્યું તેણે પીળાં વસ્ત્રો ધારણ કર્યા અને તે ગૃહત્યાગ કરી ગૃહવિહીન સ્થિતિમાં ગયા. __समणो खलु भो गोतमो, अकामकानं मातापितुन्नं, अस्सुमुखानां रुदन्तानं कोसमस्सुं ओहारेत्वा, कासायानि वत्थानि आच्छादेत्वा अगारस्मा अनगारियं पब्बजिवो ॥
જગતની સઘળી બેડીઓમાંથી મુક્ત થઈને ગૌતમ ચાલી નીકળ્યા અને પવિત્ર જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય શોધવા માટે કે જેને માટે ગૃહસ્થોનો સમુદાય તેમનાં ગૃહો ત્યજીને ગૃહવિહીન સ્થિતિમાં ભ્રમણ કરે છે તેને પામવા માટે તેઓ અરણ્યોમાં ભ્રમણ કરવા માંડ્યા. તે જમાનામાં એવું માનવામાં આવતું હતું અને આજે પણ એમ માનવામાં આવે છે કે આધ્યાત્મિક જીવનના લક્ષ્યની અનુભૂતિ માર્ગદર્શક વગર થઈ શકતી નથી. ગૌતમે તારાનામાં અને ૩ રામપુત્રમાં તેમના ગુરુ શોધ્યા, પરંતુ તેમનાં ચિંતનો-અનુમાનો યુવાન જિજ્ઞાસુ-ઉત્સુક ગૌતમને સંતોષી શક્યા નહિ. અને પાંચ શિષ્યો સાથે તપશ્ચર્યા કરવા માટે ગૌતમ ચાલી નીકળ્યા. ઉરૂવેલા નામના સ્થળે તેમણે સખતમાં સખત સ્વરૂપની તપશ્ચર્યા કરી. તેઓ ત્યાં જંગલી-અવ્યવસ્થિત સ્વરૂપમાં બેઠા, પોતાની જિહવાને તેમણે તાળવા સાથે દબાવી રાખી, દઢપણે તેમની લાલસાઓને દબાવીને તેમજ સુધારીને તેમને નિયંત્રિત કરી. ત્યાં તેઓ (ઉગ્ર તપશ્ચર્યાને કારણે) હાડપિંજર જેવા બની રહ્યા, તેમનું પેટ પૂરતા પોષણના અભાવે તેમના જઠર સાથે ચોંટી ગયું, (અર્થાતુ પેટમાં ખાડો પડી ગયો, અને તેમ છતાં પણ તેઓ સત્યથી અગાઉ જેટલા દૂર હતા તેટલા જ દૂર અદ્યાપિ રહ્યા હતા. ગૌતમે જોયું કે સંન્યાસી જીવનના સઘળા વ્યવહારો વ્યર્થ છે અને તેથી તેમણે તેનો ત્યાગ ર્યો. આ સઘળા સમય દરમ્યાન પાંચ શિષ્યો તેમની સાથે રહ્યા હતા અને તેમની ઉપર નજર રાખી રહ્યા હતા અને આતુરતાપૂર્વક એ જોવા માટે રાહ જોઈ રહ્યા હતા કે ગૌતમ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શક્તિમાન બને છે કે નહિ. પરંતુ જ્યારે ગૌતમે પોતાનો સ્વ-ઈન્દ્રિય દમનનો અભ્યાસ છોડી દીધો ત્યારે તેઓ (પાંચ શિષ્યો) તેમને ત્યજીને જતા રહ્યા. હવે તેઓ તદ્દન એકાકી બની ગયા, અને તેઓ પોતાને માટે, સમગ્ર જગત માટે અને જગતનાં સર્વે મરણાધીન અને નાશવંત મનુષ્યો માટે મુક્તિનો માર્ગ શોધવા માટે તેઓ પોતે એકલા જ રહી ગયા. ગૌતમે ઓગણત્રીસ
-
૨૯ -