SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તવ્ય એ કાયદા અનુસાર વર્તન કરવાનું છે અને તેથી તેણે પોતે પોતાની સ્વતંત્રતાનો મહત્તમ ઉપયોગ કરવા માટે અન્યના અધિકાર ક્ષેત્રમાં અનધિકૃત પ્રવેશ કરવાનું કર્મ કે વર્તન કરવું જોઈએ નહિ, તેણે અન્યનો વિચાર કરવાવાળા તેમજ વિવેકી, જીવનમાં પવિત્ર, જીવિત પ્રાણીઓનો સંહાર કરવાથી દૂર રહેનારા, દુન્યવી માલિકીપણાના ભાવથી મુક્ત બનવું જોઈએ. તેણે જીવનની જરૂરિયાતોને લઘુત્તમ હદે ઘટાડી દેવી જોઈએ અને સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ બનવા માટે મથ્યા કરવું જોઈએ. (Digha-54, Angutarra-III 383-384. Maiihim-I.P. 238 Auppatika Sutra Sec. 120 Barua) પરંતુ ગોસાલા અંગે જેટલી ટીકા તેના ટીકાકારોએ કરી હતી એટલી જ ગેરસમજ તેના શિષ્યોએ પણ કરી હતી, કારણ કે ગોસાલાના શિષ્યોએ આપણાં સઘળાં કર્મોના મૂળમાં રહેલા શાશ્વત નિયમના તેના સિદ્ધાંતનું અર્થઘટન એવી રીતે કર્યું કે સઘળાં અયોગ્ય વર્તનો કરવાનો જાણે કે તેમને પરવાનો મળ્યો હોય અને સામાન્ય રીતે સમાજ માટે તેમ જ વ્યક્તિગત રીતે સંપ્રદાય માટે તેનું ભારે અનર્થકારી પરિણામ આવ્યું. હવે પછી આપણે જોઈશું કે ગોસાલાના નીતિમત્તાના સિદ્ધાંત અંગેનું આ ખોટું અર્થઘટન શી રીતે તેના શિષ્યોને નૈતિક આચરણની શિથિલતા તરફ દોરી ગયું. આજીવિકાઓનું ચારિત્ર્યઃ આ આજીવિકો (અર્થાત આજીવિક સંપ્રદાયના અનુયાયીઓ)નું ચારિત્ર્ય એ વિદ્વાન પંડિતો દ્વારા કડકટીકા તેમ જ નિંદાનો વિષય બન્યું. તેઓ બધા આજીવિકા સંપ્રદાયના અનુયાયીઓના વર્તનની તેમના તરફથી ઝાટકણી કાઢવામાં એકમત છે. અધિકૃત ધર્મશાસ્ત્રોની અનુપસ્થિતિમાં સમકાલીન સંપ્રદાયોના અહેવાલો ઉપર વધારે ભરોસો રાખવો પડે એમ છે. આ અહેવાલો પૂર્વગ્રહયુક્ત છે, પરંતુ ખરાબમાં ખરાબ બાબત એ છે કે તેઓ એકબીજાથી એટલા બધા વિરોધાભાસી છે કે તેમાંથી સત્યને તારવવું એ અત્યંત મુશ્કેલ છે. હવે આપણે બૌદ્ધ અહેવાલો વિશે જોઈશું. | Majhima Nikaya I. 238 એ આજીવિકના અનુયાયીઓનો સૌથી વધારે તિરસ્કારપાત્ર શબ્દોમાં સંદર્ભ આપતાં તે તેમના માટે કહે છે - ૩૧૧ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy