SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Chinese version of samama sutta Rockhill's life of Buddha, Appendix II nd Bunyiu Nanjio-) અભાનપણે પણ જે બનાવોએ મહાવીરને તેના શિષ્યોમાં આ નિયતિવાદી સિદ્ધાંત પ્રત્યે મક્કમ શ્રદ્ધા પેદા કરવા તરફ દોર્યા તે કેવળ તેમની આગાહીઓ હતી. (2) પરિવર્તન સિદ્ધાંત : તલના છોડનો બનાવ જ આ સિદ્ધાંતના ઉદ્દભવ માટે જવાબદાર છે. જ્યારે તેણે છોડને જડમૂળથી ઉખાડી નાખવાનો પ્રયત્ન કર્યો ત્યારે અણચિંતવ્યું વરસાદનું ઝાપટું આપ્યું અને છોડ ફરી એકવાર મહોરી ઊઠ્યો. ગોસાલકાને આશ્ચર્ય થયું અને તેણે મહાવીરને આ અંગે સમજ આપવા માટે કહ્યું ત્યારે તેમણે ઉત્તર આપ્યો,” હે ગોસાલકા! વન્ય સૃષ્ટિના સજીવ પદાર્થો તેમના મૃત્યુ પછી તેમના મુખ્ય દેહ (વૃક્ષ)ના વિવિધ ભાગો તરીકે જન્મ ધારણ કરે છે. (ડાળીઓ, મૂળ વગેરે).આ જ બાબતને ગોસાલકાએ ખોટાં દૃષ્ટાંતો આપીને અતાર્કિક રીતે વિકસાવી અને કહ્યું કે મૃત્યુ પછી પ્રત્યેક આત્મા તેનો પોતાનો મૂળ દેહ જ ગમે એટલી વખત ધારણ કરે છે. જ્યારે વાસ્તવિક રીતે જોવામાં આવે તો મહાવીરે આ સિદ્ધાંતનો ઉપયોગ માત્ર વન્યસૃષ્ટિ પૂરતો જ મર્યાદિત રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ બાબતમાં ગુરુ અને શિષ્ય તેમના વિચારોમાં જુદા પડ્યા અને તેથી તેઓ એકબીજાથી અલગ થયા. આ સમયે ગોસાલકાએ બે સિદ્ધાંતોની રચના કરી, જે વિજાતિવાદ અને પરિવર્તનવાદ હતા. આ બે સિદ્ધાંતોની તાકાત ઉપર તેણે પોતાની જાતને જિન, દષ્ટા તરીકે જાહેર કરી અને સોળ વર્ષ સુધી આ પ્રમાણે ચાલ્યું સોળ વર્ષ પછી તે મહાવીરને મળ્યો કે જેમણે તેની સાથે પૂર્વના પોતાના શિષ્ય જેવો જ વર્તાવ ર્યો ગોસાલા પોતાના જૂના શિષ્યત્વના સંબંધો પર પડદો પાડી દેવા માગતો હતો અને મહાવીર સાથે સમાન ધોરણે પોતાને જિન તરીકે ઓળખાવવા માગતો હતો. આ પરિસ્થિતિમાંથી છટકવાના હેતુથી તમે જ તેણે કરેલા દાવાને પાર પાડવા માટે તેણે એવા સિદ્ધાંતની શોધ કરી કે છેલ્લા જન્મ અગાઉ મર્યા સિવાય દેહથી મુક્તિ મેળવવા માટે તે સાત રૂપાંતરો પામે છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યેક લાગણી ધરાવવા માટે સક્ષમ સજીવ આત્મા મૃત્યુ પામ્યા સિવાય એક જ - ૨૨ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy