SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, પરંતુ આ સઘળી બાબતો અપરિવર્તનીય રીતે નક્કી હોય છે. તદનુસાર આ નિયતિવાદ એ પરિણામવાદના સિદ્ધાંતમાંથી તારવી કાઢવામાં આવેલા ઉપસિદ્ધાંતો પૈકીનો એક અગત્યનો ઉપસિદ્ધાંત છે. તે સમયે ચિંતનના બે અગત્યના સંપ્રદાયો હતા. પુરુષાર્થમાં માનનારાઓના સંપ્રદાય અને પ્રારબ્ધવાદમાં માનનારાઓનો સંપ્રદાય. જેઓ પુરુષાર્થવાદમાં માનતા હતા તેઓ કહેતા હતા કે મનુષ્ય એ તેના કર્મોનું પરિણામ હતું, કારણ કે એમ કહેવામાં આવ્યું છે કે, સોયન્તાનં પિ નો તાળું મ્મવન્યો ૩ વનો। જેઓ પ્રત્યેક બાબત માટે વિલાપ કરે છે દુઃખી થાય છે. તેમને માટે પણ કોઇ આશ્રય સ્થાન નથી, તેઓ કેવળ કર્મથી બંધાયેલા છે. પ્રારબ્ધ અથવા અન્ય કોઇ શક્તિ આપણા ભવિષ્યનું ઘડતર કરી શકતું નથી, આપણે આપણી પોતાની ગુણવત્તા ઉપર આગળ વધવાનું છે. આપણા કર્મની મર્યાદાની બહાર એવું કંઇ જ નથી કે જે આપણને આનંદ અથવા દુઃખ આપવા માટે પણ શક્તિમાન હોય. સુહસ્ય ટુવસ્ય ન જોઽપિ વાતો परो ददाति कुबुञ्चिरएसा ॥ પરંતુ એક અન્ય સંપ્રદાય પણ હતો કે જે સઘળાં શક્તિશાળી પ્રારબ્ધ કે નસીબના (બહાના હેઠળ) સહારે જવાબદારીમાંથી છટકી જાય છે અને આશ્રયસ્થાન મેળવી લે છે. નસીબ એ કેવળ કાયદાનો પણ કાયદો (સર્વોપરી કાયદો) છે કે જેની ઉપર કોઇ જ કાયદો નથી. પ્રત્યેક વસ્તુ પૂર્વનિર્મિત - ઇશ્વરનિર્મિત હોય છે. જેઓ એમ માને છે કે આ તેનાં ભૂતકાલીન કર્મોનું ફળ છે કે જેને લીધે તે દુઃખી થાય છે તે માન્યતામાં તારવણીનો અભાવ છે અને તેઓ વસ્તુઓની વાસ્તવિક પ્રકૃતિને જાણતા નથી. તે ડાહ્યો માણસ છે, દૃષ્ટા છે કે જે એમ જાણે છે કે દુઃખ, દર્દ, તીવ્ર વેદના કે જેનાથી તે પીડાય છે તે તેના ભૂતકાળનાં કર્મોનું પરિણામ જરા પણ નથી. આથી ઊલટી બાબતનો જેઓ ઉપદેશ આપે છે તે બધા કેવળ જૂઠ્ઠાં છે. (i) આકસ્મિક રીતે કશું જ બનતું નથી. પ્રત્યેક સઘળું જે છે અને જે કંઇ બને છે તે બધું જ કુદરતના કાયદા અનુસાર પૂર્વનિર્મિત હોય છે. ડૉ. ગોપાણી તેને આ રીતે રજૂ કરે છે, એ પ્રારબ્ધ છે કે જે વિશ્વના બનાવોને નિયંત્રિત કરે છે, શરતાધીન બનાવે છે, કાયદાબદ્ધ અને નિયમબદ્ધ કરે ૨૮૯
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy