SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેમ જ તેમનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. અને આજીવિકોની સત્તાવાર નોંધો - અહેવાલો અપ્રાપ્ય છે, તેથી આપણે અપૂરતા અને ટૂકડે ટૂકડે મળેલા છૂટાછવાયા પુરાવાઓ પર આધાર રાખવો રહ્યો કે જે બૌદ્ધો અને જૈનોના અહેવાલોમાંથી પ્રાપ્ત થયા છે. આ અપૂરતા પુરાવાઓ કે જે સમકાલીન સંપ્રદાયો પાસેથી મળેલા છે તે પણ તેમને ન્યાયી રીતે મૂલવતા નથી, પરંતુ તે હરીફ જૂથોના પૂર્વગ્રહ યુક્ત અભિપ્રાયો છે કે જેમણે અત્યંત ઉત્સુકતાથી તેમના હરીફોની કળીના વિકાસને ઊગતાં જ ડામી દેવાની મહેચ્છા રાખેલી હોવી જોઈએ. સદીઓ સુધી આવા શક્તિશાળી વિરોધીઓનો સામનો કરીને આજીવિકા સંપ્રદાય વિકસ્યો-સમૃદ્ધ થયો, જે ત્રુટિરહિત શબ્દોમાં દર્શાવે છે કે લોકોના મોટા સમુદાય ઉપર તેની પકડ હતી. એ પણ તદ્દન અશક્ય નથી કે જે તંત્ર-વ્યવસ્થા ઘણા મોટા લોક સમુદાયો ઉપર આવી મોહિની છાંટી અને સૌથી શક્તિશાળી વિરોધીઓનો પ્રતિકાર કર્યો તેણે અવશ્ય આ વિરોધી તંત્રો ઉપર પણ જુદી જુદી માત્રામાં પોતાની અસર છોડી હોવી જોઇએ. ગોસાલાની ફિલસૂફીને વિદ્વાનો દ્વારા અનેકવાર બાજુ ઉપર મૂકી દેવામાં આવી કારણ કે અન્ય ફિલસૂફીઓને કારણે તે ધ્યાન ખેંચવા માટે યોગ્યતા ધરાવતી નથી. (એવી દલીલ કરવામાં આવી) તેને દૈવવાદીઓ અને તેમની ફિલસૂફીમાં પણ અધમ તરીકે નવાજવામાં આવી, કે જે કૌવત, શક્તિ નિરાશાવાદી તરીકે માનવીય તાકાત, માનવીય ઉત્સાહ-જોશ, નિરાશાવાદ વગેરેને નકારે છે અને આ બાબત તેના અનુયાયીઓના સંન્યસ્તને ઝાંખું કરી શકી નથી.1 1 સૂત્રક્ષિતંગ 2 II Buddhist Philosophy in India and Ceylon, Arthur Berasidale Keith Ch.VII The place of Buddhism in early Indian thought. II-26 P.524, I-36, P-238, (P.T.S.Ed.) નીચેના મથાળાં અનુસાર આજીવિકા અને તેના સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશ : (I) આજીવિકોનો ઇતિહાસ -૨૮૩
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy