SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી તેઓ અર્થહીન બની રહે છે. આ બધા જ હરીફ સંપ્રદાયો તેને શરમજનક પરિસ્થિતિમાં મૂકવાના તેમના પ્રયત્નોમાં તેઓ એકબીજા સાથે સંમત થાય છે. આ બધાં જ અર્થઘટનો “ગોસાલા” એ પદનું અર્થઘટન કરવામાં એક વાક્યતા ધરાવે છે. તેનો જન્મ ગૌશાળામાં થયો હતો એ હકીકત ઉપરથી તે ગોસાલા તરીકે ઓળખાવા લાગ્યો હતો. જોકે મંખ, મખલી, પંખાલી પુત્ર એ બધાં પદોનાં અર્થઘટનોમાં તફાવતો પેદા થયા. ઇતિહાસમાં તેમાં નામોમાં) સરખાપણાનો આભાસ અનુભવવો પડે તે પહેલાં આ પ્રકારનાં પૂર્વગ્રહયુક્ત અર્થઘટનો માટે તારવણીયુક્ત દિશાપલટ આવશ્યક બને છે. બૌદ્ધોનું અર્થઘટન એ છે કે અન્ય બધા જ પાખંડી ધર્મોપદેશકોની જેમ જ ગોસાલો એક શ્રીમંત માનવીના આવાસમાં દાસ હતો. એક વાર જ્યારે ગોસાલો તેલથી ભરેલો ઘડો લઈને જઈ રહ્યો હતો, ત્યારે તેના માલિકે તેના ગાફેલપણાને જોઈને તેને નીચેના શબ્દોમાં તેને ચેતવણી આપી “ઠોકર ન ખા” (મા વની, મા ઉત્તી Ma, Kkhali) વારંવારની ચેતવણી છતાં દાસની બેદરકાર ચાલને કારણે ઠોકર ખાવાને પરિણામે તેલનું પાત્ર તેના માથેથી ઊથલી પડ્યું. આથી ગભરાઈને તે દાસ ત્યાંથી દોડવા લાગ્યો. પરંતુ તે આ રીતે જ્યારે નાસી જવા લાગ્યો ત્યારે તેનો માલિક તેની પાછળ પડ્યો અને તેના માલિકે તેણે પહેરેલું વસ્ત્ર સખત રીતે પકડ્યું, જે તેના હાથમાં આવી ગયું. આમ તેણે પહેરેલ વસ્ત્ર ગુમાવીને (નગ્નાવસ્થામાં) તે પડોશના ગામ તરફ નાસી છૂટ્યો. ત્યાં નગ્નાવસ્થામાં જ તેણે કેટલોક સમય પસાર કર્યો. (ગ્રામજનો દ્વારા) તેને વસ્ત્રો અર્પણ કરવાના ઉદાર પ્રસ્તાવનો તેણે અસ્વીકાર કર્યો તેણે એમ વિચારીને વસ્ત્રો વગર ચલાવવાનું પસંદ કર્યું કે આ અવસ્થામાં જ તેને લોકો તરફથી વધારે આદર પ્રાપ્ત થશે. ઈસવી સનની પાંચમી શતાબ્દીના પૂર્વાર્ધમાં ખ્યાતનામ બૌદ્ધ વિવેચક બુદ્ધઘોષે એ અર્થઘટનમાં પશ્ચાતુવર્તી શોધકવૃત્તિ દર્શાવી તેણે મુક્તાત્મા વાદનો શ્રેષ્ઠ જ્ઞતા હોઈ તેનો આધાર લીધો. કહે છે કે ગોસાલા તેના માલિકની ચેતવણીને લીધે મારવાની કહેવાયો. તેના મત અનુસાર મવવાની એ શબ્દ મવાની માંથી તારવી કાઢવામાં આવ્યો છે. જૈન અર્થઘટન માનીપુત્ર શબ્દને વર્ણવવાનો પ્રયત્ન કરે છે. જૈન - ૨૦૩ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy