SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ તેમનાં કુકર્મોનાં પરિણામો માંથી છટકી શક્યા, કારણ કે પરિણામ પોતેજ નકારાત્મક હતું અને તેથી પશ્ચાતાપ થવાની કે દોષિત હોવાની કોઇજ લાગણી વગ૨ નિર્ભયપણે સમાન મંચ ઉપર ગર્વપૂર્વક ઊભા રહી શક્યા. આ સિદ્ધાંતે આત્માની ઉત્ક્રાંતિને નકારી કાઢી અને આ રીતે અનેક મુદ્દાઓ માટે તેની ટીકા થઈ. પરંતુ આ સિદ્ધાંત લોકો ઉપર (લાંબે ગાળે) અત્યંત મજબુત જમાવી શક્યો નહિ કે અત્યંત ગંભીર પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી શક્યો નહિ. (2) એવો સંપ્રદાય કે જેમાં લોકોને ગેરમાર્ગે દોરવા માટે ઘણું બધું હતું તે અજિત કેશાકમ્બલીનનો સિદ્ધાંત હતો. તેનો સિદ્ધાંત ‘ખાઓ, પીઓ અને આનંદમાં રહો' એવા ભોગવાદના સિદ્ધાંતને અત્યંત મળતો આવતો હતો. અજિત (જેના પર વિજય પ્રાપ્ત ન થઈ શકે એવો) કે જે કેશાકમ્બલીન (વાળમાંથી બનાવેલા ધાબળાથી ઢંકાયેલો એવો) તરીકે ઓળખાયો, તે પણ બૌદ્ધ લેખકોના હાથે તેના સમકાલીન પૂરણ કશ્યપ જેવું જ નસીબ પામ્યો. (જે મુજબ) તેને કોઈ ઉમરાવ પરિવારના નોકર તરીકે રજૂ કરવામાં આવેલ છે. તેણે દેવું કર્યું હતું અને તેથી તે (માલિકના) ઘરમાંથી નાસી ગયો. આજીવિકાનું કોઈ સાધન નહીં હોવાથી તેણે આકરી તપશ્ચર્યા કરી. તેણે તેનું મસ્તક બોડાવી નાખ્યું અને વાળમાંથી બનાવેલો હલકી જાતનો પોશાક પહેર્યો કે જેનાથી તેને કેશાકંબલ એવું વિશેષણ મળ્યું. આ ધર્મોપદેશકના નામમાંથી જ આપણને એવી વાસ્તવિક સ્મૃતિ રહે છે કે વાળનાં બનેલાં બરછટ કપડાં પહેરીને કેવી રીતે તે લોકોમાં (એ રીતે) જાણીતો થયો હશે. એ અશક્ય નથી કે તે નોકર તરીકે રહી ચૂક્યો હશે કારણ કે આ હકીકતને તેણે પોતે પણ પડકારી નથી. અને એક નોકર તરીકેની સરખામણીમાં તેનું આવું નામ અત્યંત સંસ્કારી લાગે છે. હું માનું છું કે પછીના સમયમાં તેણે અજિત એવું નામ ધારણ કર્યું હશે. અર્થાત્ જે મનોવિકારો દ્વારા અપરાઝિત અને અવિજેય રહ્યો હોય તે (અજિત) તેના અલગ, વિશિષ્ઠ વસ્ત્રપરિધાનની જેમ જ તેની ફિલસૂફી પણ ચિંતામાં નાખી દે એવી હતી. સમજવામાં અત્યંત સરળ હોવા છતાં તેનો ગર્ભિતાર્થ અસ્વસ્થ બનાવી મૂકે તેવો હતો. તેના મત અનુસાર મનુષ્ય ~ ૨૬૬
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy