SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ કે) દેહની તાલીમ માણસમાંથી સંન્યાસી બનાવે છે. જે વ્યક્તિ લાગણીઓ પર નિયંત્રણ દ્વારા તેમને કાબૂમાં રાખે છે તે “જિતેન્દ્રિય' અર્થાત્ ઈંદ્રિયવિજેતા” એટલે કે ઋષિ અથવા ઈસાઈ ગણાય છે. એ યોગ્ય છે કે આવી વ્યક્તિઓ કે જેઓ સુખસગવડને નકારતી હતી અને પોતાની જાતને મરજિયાત પણે, પરાકાષ્ઠાની યોતાનાઓને હવાલે કરતી હતી તેમને આદરયુક્ત ભયની દૃષ્ટિથી, શક્ય એટલી અન્ય લોકો કરતા વધારે સારી પવિત્રતાની દૃષ્ટિથી જોવામાં આવતી હતી કારણ કે તેઓ પોતાની જાત ઉપર કાબૂ ધરાવતા હતા તેમજ મજબૂત મનોબળ ધરાવતા હતા. પરંતુ આવું જાત ઉપરનું પ્રભુત્વ એ દેહને મજબૂત મનોબળ દ્વારા નિયંત્રણમાં રાખવા માટે મનુષ્યને વિકાસ (આત્માના) માટે શક્તિમાન બનાવવા માટે સર્વોત્તમ શ્રેષ્ઠતા બની રહી. મહાવીર વર્ધમાન આ પોતાની જાત પર પરાકાષ્ઠાની યાતનાઓ આપવા અંગે ઓછા પ્રભાવિત થયા ન હતા. તેમણે સ્વ ઉપર પરાકાષ્ઠાની યાતનાઓને અને તેપને સ્વ ઉપરના પ્રભુત્વ સ્થાપન તેમજ મનોબળ વિકસાવવા માટેનાં મહત્ત્વનાં અને અનિવાર્ય પરિબળો તરીકે પારખાં કે જેઓ યોગ્ય સમયે કોઈને માટે આનંદ અને કષ્ટથી પર રહી શકે એવા પોતાના “સ્વ'ને ઉન્નત કરવા માટે અનિવાર્ય પુરવાર થયાં. પરંતુ આ આચરણો કેવળ હેતુ સિદ્ધિનાં સાધન બની રહ્યાં અને જેઓ આ આચરણોને પોતાને માટે કેવળ હેતુ સિદ્ધિનાં સાધન તરીકે ગણતા હતા અને તેઓ કેવળ દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરવા તેમજ લોકો ઉપર સતત ધાક બેસાડવાના પ્રયત્ન રૂપે ગણતા હતા તેમને માટે તેઓ (આચરણો) કનિષ્ઠ પ્રકારના પાખંડમાં પરિણમ્યાં. જોકે એ અંગે કોઇ શંકા નથી કે આ આચરણો તેમને શ્રેષ્ઠ શક્તિઓ (પોતાનામાં) પેદા કરવા માટે તેમજ તેમને વિકસાવવા માટે મદદરૂપ બન્યાં, પરંતુ તેઓ દ્વારા આ સંન્યાસીઓનાં મન વિકૃત થયાં. તેનાથી તેમની સ્વપ્રયત્ન મેળવેલી સ્વસ્થતા અને સાધુતા હણાઈ અને તેઓ ધર્માધ, માનવજાતની ભલાઈ વિશે શંકાશીલ અને દુનિયા માટે તિરસ્કાર ઘરાવનાર અને સહેલાઈથી ઉત્તેજિત થઈ જાય તેવા બન્યા. આવા દુનિયા પ્રત્યે શંકાશીલ અને તિરસ્કાર ધરાવનાર વ્યક્તિઓએ સ્વૈચ્છિક રીતે તિરસ્કૃત જીવન જીવવાનું સ્વીકાર્યું અને સમગ્ર - ૪ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy