SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વપરાશમાં હોય તો તેઓ તેની નકલ મોકલવાનું પસંદ કરતા. કિન્તુ તેમ છતાં (સાર્વત્રિકપણે) સામાન્ય વપરાશમાં લેખનકળા જાણીતી નહીં હોવાથી હવે પછીનું આપણું કાર્ય ધાર્મિક ઉપદેશોના સંરક્ષણ માટે લેખનકળાની અજ્ઞાતતાનાં કારણોની તપાસ કરવાનું રહેશે. એ તદ્દન હકીકત હતી કે એક વિદ્વાન વ્યક્તિને તે જમાનામાં ‘સુવાચક’ તરીકે આજની જેમ ગણવામાં આવતો ન હતો, કિન્તુ તેને સુશ્રોતા વહુસ્તુતો તરીકે ઓળખવામાં આવતો. અને તેનું બિનઅસ્તિત્વ સાબિત કરવું અત્યંત મુશ્કેલ બનતું. પતિમોવવા જેવો એક નાનો પ્રબંધ પણ લેખિત સ્વરૂપમાં ન હતો, કિન્તુ કેવળ સ્મૃતિમાં જ રાખવામાં આવતો. વરસાદમાં બહાર નહીં જવાનો કડક કાયદો હોવા છતાં પ્રાચીન બૌદ્ધો તેમાં અપવાદ રાખતા અને તેમને પ્રખ્યાત સુત્તત્તા નો અભ્યાસ કરવા માટે વરસાદમાં પણ બહાર મોકલતા કે જેથી તેને વિસ્મૃતિમાં સરી જતું અટકાવી શકાય. જોકે તેની એક નકલ પ્રાપ્ત કરીને આ પરિસ્થિતિમાંથી સરળતાથી છુટકારો મેળવી શકાય એમ હતું, તેમ છતાં પણ તેઓ પ્રથમ વિકલ્પને જ પસંદ કરતાં. લેખિત બાબત નહીં પસંદ કરવાનાં કારણોનું મોટે ભાગે નિરૂપણ એ હતું કે અમલમાં ન મૂકી હોય તેવી (નવી) પદ્ધતિનો ઉપયોગ કરવાથી ડરતા હતા અને તેથી તેઓ એવી પદ્ધતિ પસંદ કરતા કે જેને તેમણે અત્યંત વધુ પ્રમાણમાં (વારંવાર) અજમાવી હોય અને તેથી તે તેમને અનુકૂળ અને સફળ લાગી હોય. એ સત્ય છે કે તે સમયમાં લેખન માટેના સાહિત્યની અછત વર્તાતી હતી, કિન્તુ જો તેમને તેમ કરવું જ હોય તો તેઓ તેમાંથી તે માટેનો માર્ગ પણ શોધી કાઢતા. વાસ્તવિક અસલ મુશ્કેલી કંઈક અલગ જ હતી. તે પ્રાચીન લોકો તેમના ધાર્મિક પ્રબંધોને અત્યંત પવિત્ર ગણતા હતા અને તેમને ડર હતો કે તેમનાં પવિત્ર સુજ્ઞોની લેખિત નકલો એવા ખોટા (અનાવશ્યક) લોકોના હાથમાં જઈ શકે કે જેમને તેના અભ્યાસમાંથી બાકાત રાખવામાં આવ્યા હોય અને જેઓને તેને માટેના થોડાક વિશેષાધિકાર ધરાવતા લોકોમાંથી પણ બહાર કરવામાં આવ્યા હોય. વળી જેઓ ધાર્મિક હોવાનો દાવો કરતા હોય એવા લોકો જ વિહારમાં મુખપાઠ કરવામાં આવતાં ધાર્મિક પ્રવચનોનું ~૨૩૦ ×
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy