SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ માલિકીની ઈમારતો પણ જોવા મળતી. આના ઉદાહરણ તરીકે જનપદ ભવન હતું કે જે આજનાં મહાનગરોના ટાઉનહોલને મળતું આવતું હતું અને તે સમાન રીતે (આજની જેમજ) ઉપયોગી બનતું. સ્ત્રીઓ સહિત પ્રત્યેક વ્યક્તિનો જનપદભવન ઊભું કરવામાં ફાળો રહેતો. સમાજના હિતને અસર કરતા સર્વે નિર્ણયો આ જનપદભવનોમાં લંબાણપૂર્વકની ચર્ચાને અંતે લેવામાં આવતા. આ જનપદભવનો સાધુઓ કે મહત્ત્વના આમંત્રિતો દ્વારા જાહેર જનતાને સંબોધવા માટે અથવા તો ક્યારેક ધાર્મિક ચર્ચાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા. એ વખતે પણ આપણી આધુનિક ક્લબો જેવાં કે પ્રાચીન ઈજિપ્તનાં જુગારખાનાં જેવાં જુગારખાનાં પણ અસ્તિત્વ ધરાવતાં હતાં. કિન્તુ આ જુગારખાનાંઓના નફાનો અમુક ભાગ રાજ્યની તિજોરી ને ચૂકવવાની આવશ્યકતા રહેતી. જાતકકથાઓમાં તેમ જ બ્રાહ્મણ મહાકાવ્યોમાં વારંવાર જેનો નિર્દેશ કરવામાં આવ્યો છે તદ્દનુસાર આપણે કલ્પી શકીએ કે પાસા ફેંકીને રમવાનો અને પાસા ફેંકવાની સાથે અનુરૂપતા સાધવા માટે મુદ્રાઓની આપલે કરવાનો વ્યવહાર અત્યંત વિકાસ પામેલો હતો. 1 P.60 Rhys Davids-Buddhist India અંબાપાલી નામની અત્યંત સુંદર કન્યા કે જેણે તૃષ્ણાવાળા સર્વે લિચ્છવી રાજકુમારોને નિમંત્ર્યા હતા, તેણીને અધિકૃત સમિતિ દ્વારા જનપદભવનમાં પસાર કરવામાં આવેલા ઠરાવ અનુસાર નર્તકી બનવું પડ્યું હતું અને તેણીના પિતા મહાનામને અતિ અનિચ્છાએ પણ (આ ઠરાવને) તાબે થવું પડ્યું હતું. વૃદ્ધ વ્યક્તિના મૃતદેહને માન આપવાનો સાર્વત્રિક રિવાજ હતો અને પ્રાચીન આર્યો પણ તેમાં અપવાદરૂપ ન હતા. તેઓ તેમના માનનીય સમકાલીનોના મૃતદેહોને માનપૂર્વક સાચવવા માટે દેરીઓ કે મિનારા ઊભા કરાતા. તેમ છતાં પણ આપણને નવાઈ પમાડે એવી બાબત તો એ છે કે (તે વખતે પણ) ઘોંઘાટ વિહીન શેરીઓ કે ભીડભાડ વિહીન હાટોનું અસ્તિત્વ હતું. અને વિશાળ કિલ્લાવાળી રાજમહેલ જેવી ઈમારતોનું પણ અસ્તિત્વ હતું. સાથેસાથે નિર્ધન લોકોના રહેઠાણના નાનકડા આવાસો પણ હતા, કિન્તુ ઉષ્ણવાયુ સ્નાનગૃહો અસ્તિત્વ ધરાવતા હતા, જે વાસ્તવમાં લોકો - ૨૫૦
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy