SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પછીના સમયમાં અતિશક્તિશાળી બળ બની ગયું અને અજાતશત્રુએ તેનાં પડોશી રાજ્યો ઉ૫૨ વર્ચસ્વ જમાવ્યું. ઈસવી સનની ચતુર્થ શતકમાં તે (કોસલ) મગધ સામ્રાજ્યનો એક આંતરિક ભાગ બની ગયું. બુદ્ધના પરિવાર સાથે સંબંધ જોડવાની પસેન્દીની ઈચ્છા હતી અને તેથી તેણે તેની પત્ની તરીકે કોઈ એક શાક્ય સરદારની પુત્રીની માગણી કરી. શાક્યો કે જેઓ ઊંચી ભમ્મરવાળા અને અક્કડ ડોકવાળા (અભિમાની) હતા, તેમણે અંદરોઅંદર મંત્રણા કરી અને તે અંગે નકારાત્મક નિર્ણય ર્યો. તેમણે આ બાબતને તેમણે તેમના ગૌરવ અને પ્રતિષ્ઠાભંગ સમાન ગણી અને તેમણે તેને વસાભા ખત્તિય નામની એક ગુલામ કન્યાએ તેની પાસે (લગ્ન માટે) મોકલી.1 (સમત્તા નિકાયા – 3rd Samyutta deals with hims and Description Rhys Davies Buddhist India - P. 25) એવી નોંધ છે કે પસેન્દીને વસાભા ખત્તિયથી વિદુદાભા નામનો એક પુત્ર થયો, તેણે જ્યારે આ અંગે (શાક્યોની દગલબાજી અંગે) જાણ્યું ત્યારે તે અત્યંત ગુસ્સે થઈ ગયો અને પરિણામે તેણે શાક્યો ઉપર આક્રમણ કર્યું. અને તેઓ પૈકીના મોટા ભાગના ઉપર નિર્દય રીતે જુલમ ગુજાર્યો વિદુદાભાના આક્રમણનું કારણ વાસ્તવિક હતું કે ધારી લીધેલું હતું તે અંગે આપણી પાસે કોઈ જાણકારી નથી. એ પણ શક્ય છે કે તેની પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓને છુપાવવા માટેનો એક બચાવ માત્ર હોય એ પુણ શક્ય છે. આપણે અગાઉ જોયું તેમ અજાતશત્રુએ પણ એ જ રીતે અહંકારી લિચ્છવી જાતિ ઉપર આક્રમણ કર્યું હતું. કોસલની રાજધાની શ્રાવસ્તી હતી કે જ્યાં જે તવનમાં એક મોટા બૌદ્ધ દાતાની વાટિકા અને મઠ આવેલાં હતાં. આ શ્રાવસ્તી નગરી2 ગોંડ અને બુહરેક જિલ્લાઓની સીમા ઉપર ઉત્તરીયે ઔધમાં આવેલા સાહેતમાહેથ (શ્રાવસ્તીના) નામનાં સ્થળો આગળ હતી જે વિધ્વંસ પામેલી અને વર્તમાનમાં અવશેષરૂપે રહેલી છે) તે રીતે વિદ્વાનોમાં જાણીતી છે. જો કે વી.એ. સ્મિથ આ બાબત સાથે અસંમત છે અને પર્વની તળેટી પાસે રાપ્તિના ઉપરવાસના મેદાનમાં તે આવેલી હતી તેમ તેઓ દર્શાવે છે અને આજ એ જગ્યા હતી કે જ્યાં બુદ્ધે અસામાન્ય અને ધ્યાનાકર્ષક ધાર્મિક - ૨૦૬ ૦
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy