SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અને તે તેને પરણી ગયો. અને આ જોડાણથી તે સમયના એક અત્યંત દૃષ્ટાંતરૂપ રાજવી અશોકનો જન્મો થયો, અને તે અજાતશત્રુ કુષ્ટિક એવા વૈકલ્પિક નામથી પણ ઓળખાતો હતો. (બધી જ જૈન પરંપરાઓ બંને નામને ટેકો આપે છે.) આપશે તેના પછીના રાજ્યકર્તા વિશે જાણીએ તે પહેલાં આપણે શ્રેણિક બિંબિસારની ધાર્મિક માન્યતાઓ વિશે કંઈક વધારે જાણવું જોઈએ. અન્ય રાજાઓની માફક જ આ ભલા રાજાએ બધા જ ધર્મોને રાજ્યાશ્રય આપ્યો હતો. કિંતુ બધા જ ધર્મોના અનુયાયીઓ તેને પોતાના સંપ્રદાય પૈકીના એક તરીકે ગણતા હતા. સુત્તપિટ પવાલુત્ત આપણને એક વાર્તા કહે છે. તેના ગૌતમ બુદ્ધ સાથેના મિલનની વાર્તા દર્શાવે છે કે તેણે તેમના સંપ્રદાયને રાજ્યાશ્રય આપ્યો હતો. જો કે જૈન પરંપરાઓ દાવો કરે છે કે શ્રેણિક બિંબિસાર મહાવીરનો અનુયાયી હતો અને તેણે એ સંપ્રદાયમાં શિખાઉ ઉમેદવાર ધર્મ પરિવર્તન કર્યું હતું. તેના ધર્મ પરિવર્તનની વાર્તા ઉત્તરાધ્યયનના વીસમા પ્રકરણમાં સચવાયેલી પડી છે. એવો અહેવાલ છે કે શ્રેણિકે અઠ્ઠાવીસ વર્ષ રાજ્ય કર્યું હતું અને તેણે તેના પુત્ર અજાતશત્રુની તરફેણમાં રાજ્ય સત્તાનો ત્યાગ કર્યો હતો. પરંતુ અજાતશત્રુ ધૈર્યવિહીન હતો અને તેથી તે તેના પિતાના કુદરતી મૃત્યુ સુધી રાહ જોઈ શકે તેમ ન હતો અને દેવદત્ત નામના એક કાવતરાખોરની પ્રેરણાથી તેણે તેના પિતાની હત્યા કરી. શ્રેણિક ભૂખમરાથી મૃત્યુ પામ્યો. અજાતશત્રુ : અશોક : અજાતશત્રુ ચેલણાથી જન્મ્યો હતો. તે જ્યારે જન્મ્યો નહતો ત્યારે તેની માતાને તેણીના પોતાના પતિનું માંસ ખાવાની ઈચ્છા થઈ. તેણીની આ અનિષ્ટ આકાંક્ષા અભયકુમારે સૂચવેલી યુક્તિને પરિણામે પૂર્ણ થઈ. જોકે તેણી તેના પતિ તરફ ભક્તિભાવ ધરાવતી હતી અને તેથી તેણીએ પોતાનો પુત્ર અપશુકનિયાળ નીવડશે એમ વિચારીને તેણીએ પોતાના પુત્રને નજીકની વાટિકામાં ફેંકાવી દીધો. શ્રેણિકે તેને તે અશોકવન નામની વાટિકામાંથી પાછો મંગાવડાવ્યો અને ત્યાર પછીથી તે બાળક અશોકચંદ્ર નામે ઓળખાવા લાગ્યો. જ્યારે વાટિકામાં પડી રહ્યો હતો ત્યારે એક મરઘીએ તેની આંગળી કરડી ખાધી ૧૯૮
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy