SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્ર વિદુભ રાજ્ય કરતો હતો. (8) કોસલની દક્ષિણે વામો કે વત્સોનું સામ્રાજ્ય હતું, જેની રાજધાની જમુના કિનારે આવેલી કોસામ્બી નગરી હતી અને ત્યાં પરંતપનો પુત્ર ઉદેણ રાજ્ય કરતો હતો. તેનાથી હજી આગળ દક્ષિણમાં અવંતિનું સામ્રાજ્ય હતું, જેની રાજધાની ઉજ્જૈન નગરી હતી અને ત્યાં રાજા પજ્યોત રાજ્ય કરતો હતો. (ઉપરોક્ત સામ્રાજ્યો) સમાન મહત્ત્વ ધરાવતા અને એટલો જ શક્તિશાળી લિચ્છવી રાજ્યોનો વૃજિયન સંઘ હતો. વેસાઈ કે વૈશાલી તેની રાજધાની હતી અને શાક્ય રાજ્યોના સંઘની રાજધાની કપિલવસ્તુ હતી. તદુપરાંત કાશી અને અંગના રાજ્યો પણ હતાં. આવાં નાનાં રાજ્યો એટલાં શક્તિશાળી કે મહત્ત્વનાં ન હતાં અને પરિણામે તેઓ કાળક્રમે ઉપરોક્ત શક્તિશાળી સામ્રાજ્યોમાં ભળી ગયાં હતાં. આપણે તેમની (આ રાજ્યોની) અંતર્ગત અસ્તિત્વ ધરાવતા ધર્મોની વાત ઉપર જઈએ તે પૂર્વે આ સામ્રાજ્યો વિશે કંઈક વધારે જાણવું એ આપણે HÈ 4104 Q2. (BST India T.W., Rlys Davids P. 2-3) મગધ : મગધનું સામ્રાજ્ય તેના દૃષ્ટાંતરૂપ રાજવી અશોકના સમયમાં અત્યંત પ્રખ્યાત થયું હતું, જેની મૂળભૂત રીતે પૌરાણિક રાજા જરાસંઘે સ્થાપના કરી હતી અને તે વખતે તે કુશાગ્રપુરી તરીકે ઓળખાતું હતું. ઐતિહાસિક માન્યતા ધરાવતો ત્યાનો પ્રથમ રાજવંશ શિશુનાગનો હતો. શિશુનાગ એ ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં પટના અને ગયાના સંબંધિત એવા પ્રદેશોથી બનેલું એક નાનકડા રાજ્યનો રાજા હતો. - બુદ્ધના સમયમાં જોકે શ્રેણિક બિંબિસાર2 નામનો એક શક્તિશાળી રાજા ત્યાં રાજ્ય કરતો હતો. જ્યારે બિંબિસાર કેવળ પંદર વર્ષની ઉંમરનો થયો ત્યારે તેના પિતાએ તેનો રાજ્યાભિષેક કર્યો અને તે પછી તેણે સૌ પ્રથમ કાર્ય નજીકના અંગના રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને તેને જીતીને) તેને પોતાના રાજ્યમાં ભેળવી દીધું. તેણે પોતાનું તથા પોતાના રાજ્યનું નામ બિંબિસૂર કેવી રીતે પ્રાપ્ત કર્યું તે અંગે જૈન પરંપરા રસપ્રદ વાર્તાઓ - ૧૦૫ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy