SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે લોકોને એવું માનતા કર્યા કે બલિદાન આપવાની પ્રક્રિયાથી દેવો સંતુષ્ટ રહે છે અને તેમનાં પાપો ગાણિતિક ચોક્કસાઈથી નાશ પામે છે. બધી જ પ્રકારના બલિની શોધ કરવામાં આવી હતી. જેમણે પોતાનું જીવન ખોટાં કાર્યો કરવામાં પસાર કર્યું હતું, તેમજ પરિણામ સ્વરૂપે જેમણે ઢગલાબંધ ઘણા દોષો એકત્ર કર્યા હતા તેઓ પણ ધર્મગુરુઓ દ્વારા માખણની આહુતિ આપવાથી જાદુઈ લાકડીની જેમ તેમાંથી બચી શકશે. દુષ્ટ કાર્યો કરનારાઓ માટે તે તેમાંથી છૂટવા માટેનો માર્ગ હતો અને તે સમયમાં આ બલિ ચઢાવવાની બાબતને અત્યંત સફળતા મળી હતી. તેમનો દેવોની પૂજામાં રહેલો તફાવત તેમની ઈન્દ્રની પૂજાના સંદર્ભમાં પાના નં. 21-22 પર સુંદર રીતે વર્ણવ્યો છે. History of India _ From the earliest ages : Talboys Wheoles. બ્રહ્મ લગ્ન : આઠ પ્રકારનાં લગ્નો પૈકીનું આ પ્રથમ છે જે પ્રાચીન હિંદુઓ માટે પણ જાણીતું હતું અને તેના ચાર ઉમદા સ્વરૂપો છે. ચાર આશ્રમો હતા : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસશ્રમ વડીલર સૂર્યદેવને વિષ્ણુ સાથે સરખાવવા પ્રયત્ન કરે છે, પરંતુ વિષ્ણુ નાગ ઉપર જળમાં નીચે ઊતરે છે તેની સાથે આનો મેળ ખાતો નથી. વિદેશી દેવાનો પોતાના દેવો સાથે મેળ બેસાડવા તેમને એકબીજાના અંગભૂત બનાવવા માટેની ઈચ્છા દર્શાવવા માટે, જેમ હાથીના પગલામાં સર્વે પ્રાણીઓનાં પગલાં સમાઈ જાય છે તેમ લોકોના સામાન્ય મનને અનુરૂપ બનાવવા માટેનો માર્ગ શોધવાની ક્ષમતા બ્રાહ્મણોમાં હતી. વળી રાજ્યકર્તા રાજકુમારો પણ પોતાના વંશાનુગત અધિકારોને ઓળખી શક્યા અને આ બાબતે બ્રાહ્મણોની સર્વોપરિતાનાં દ્વાર ખોલી નાખ્યા અને ત્યારબાદ તેઓ જનતાના અભિપ્રાયમાં ખૂબ મોટો ફેરફાર લાવી શક્યા. . જોકે આ બ્રાહ્મણ અત્યંત ગુપ્તતા જાળવનારા અને એટલું સંકુચિત માનસ ધરાવતા હતા કે ધર્મનાં દ્વારોની ચાવી પોતાની પાસે રાખીને તે (કારો) અન્ય બધા માટે સાવધાની પૂર્વક અને ક્રૂર રીતે બંધ રાખવામાં આવ્યાં હતાં અને તેમના એલાના જ ખાસ અધિકારોના રક્ષણ માટે જ બનાવવામાં આવેલા નિયમો પર જે લોકો દ્વારા અતિક્રમણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેમને માટે તેમાં ખાસ શિક્ષા નિશ્ચિત થયેલી હતી. આ મુજબ - ૧૦ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy