SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ આર્યો : આપણે ચોક્કસપણે જાણીએ છીએ કે આ બુદ્ધિમત મનુષ્યોનો સમૂહ ઈરાનમાંથી કાયમી વસવાટ માટે અહીં આવ્યો અને પંજાબમાં સ્થાયી થયો. તેઓ એજ ઈન્ડો-યુરોપિયન કુળના જ ભાગરૂપે હોય એમ ધારવામાં આવે છે. તેઓનું પગેરું એ વંશમાં નીકળે છે કે જેનાં મૂળ સભ્યો તરીકે ગ્રીકો, જર્મનો, ગુલામો, ઈટાલિયનો વગેરે હતાં. બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં વારંવાર નિર્દેશ કરવામાં આવ્યો છે. ભારતમાં નાગાલોકોએ એ સમયમાં) એકમાત્ર શક્તિશાળી પ્રજા હતી કે જેની સાથે આર્યોએ યુદ્ધો કરવાં પડ્યાં હતાં. - તદન પ્રારંભિક તબક્કામાં આર્યોની ધાર્મિક માન્યતાઓ કે જે તેમના પુરોગામીઓ કરતાં વિરોધી હતી તે જાણવી યોગ્ય છે. ડુિ એ બાબતની શરૂઆતમાં જ નોંધ લેવી જોઈએ કે આ તદન પ્રારંભના આર્યો પણ ધાર્મિક માન્યતાઓ માટે એકમત ન હતા. આરંભના આર્યોમાં પણ એવાં જૂથો હતાં કે તેઓ જોકે જુદા જુદા નહિ પરંતુ એક સમાન દેવોની જ પૂજા કરતા હોવા છતાં તેમનાં દૃષ્ટિબિંદુ અને મનોદશામાં એવા તફાવતો હતો કે જેને લીધે ભવિષ્યના સંઘર્ષનાં જે બીજ વવાયાં તે સમજવામાં ઇતિહાસનો કોઈ વિદ્યાર્થી ભાગ્યે જ નિષ્ફળ જાય. આરંભના આર્યો અગ્નિ, જળ અને આકાશમાં વ્યાપ્ત એવા આત્માઓની પડકારયુક્ત સંકલ્પનાઓની પૂજા કરતા હતા, જે તેમના પુરોગામીઓ કે જેઓ જનપદ અને ઘરગથ્થુ કર્તવ્યોની પૂજા કરતા હતા તેમનાથી ભિન્ન હતું. બુદ્ધિમંત આર્યોના માનીતા દેવો ભાસ્કર, સરિતા, ઉષા, અગ્નિ દેવ (આગના દેવ), વરૂણ દેવ (જળનાદેવ) ઈન્દ્ર દેવ (વરસાદના દેવ વગેરે) હતા. તેઓ આ દેવોને તેમના રોજિંદા ભોજનનો (અમુક) ભાગ અર્પણ કરતા અને બદલામાં સારું સ્વાસ્થ, સમૃદ્ધ પાક, પુષ્કળ પ્રમાણમાં પશુઓ અને પુષ્કળ પ્રમાણમાં) પુત્રો માટે તેમને પ્રાર્થના કરતા. વેદમાંથી એક ફકરાનો સંદર્ભ આપવો અત્રે યોગ્ય ગણાશે કે જે આપણને વૈદિક સ્તોત્રોનું હાર્દ સમજવા માટેની ઊંડી સમજણ પૂરી પાડશે. હે અગ્નિ! અમે તમારી અમારાં નિવાસોમાં ઉપસ્થિતિ માટે પ્રશંસા કરીએ છીએ કારણ કે અમે અમારી માતાના જીવન જેટલા જ અમે આપને
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy