SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પરિનિર્વાણ : માત્ર વર્ષાઋતુ સિવાય આખાયે વર્ષ દરમ્યાન એક સ્થળેથી બીજા સ્થળે સતત-અવિરત પરિભ્રમણ કરવાને પરિણામે મહાવીરના દેહને ઘસારો પહોંચ્યો હતો. તેઓ તે વખતે બોતેર વર્ષની ઉંમરે પહોંચ્યા હતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ છેલ્લાં બેતાળીસ વર્ષથી પૈદલ પરિભ્રમણને કારણે આ વૃદ્ધ માનવીને ઓછું કષ્ટ નહીં પડ્યું હોય. 1 ભગવતી શતક-7, ઉદ્દેશક-6 2 ભગવતી શતક-6, ઉદેશક-9 ભગવતી શતક-7, ઉદ્દેશક-6 ત્રણ મહિના વ્યતીત થઈ ગયા. હવે આ તેમની જિંદગીનો છેલ્લો મહિનો હતો. મહાવીરને લાગ્યું કે અંત હવે સમીપ આવી રહ્યો હતો અને ચોથો મહિનો અડધો પૂર્ણ થયો ત્યારે મહાવીરે ઈન્દ્રભૂતિ ગૌતમને નિકટવર્તી જનપદમાં મોકલ્યો, ત્યાર બાદ છેલ્લી સભા થઈ. છેલ્લી સભામાં અતિ વિશાળ સમુદાય ઉપસ્થિત રહ્યો. મોટી સંખ્યામાં દેવો અને મનુષ્યો ત્યાં ટોળે મળ્યા. કાશી-કોશલ સામ્રાજ્યના નવ લિચ્છવીઓ અને નવ મલ્લોનો તેમાં સમાવેશ થતો હતો. મહાવીરને જ્યારે પ્રત્યક્ષ થયું કે તેમનું અંતિમ સંભાષણ હતું ત્યારે અસ્તુલિતપણો અને અટક્યા સિવાય તેમણે ધર્મોપદેશ ચાલુ રાખ્યો અને ધર્મોપદેશ પૂર્ણ થયે તેમણે સારાં અને નરસાં કર્મોનાં પરિણામો વિશે વિગતથી સમજાવ્યું. જેને અંતે તેમના અધર એક વાર કાયમ માટે બિડાઈ ગયા અને ફરીથી ઉઘડ્યા જ નહિ. તેઓ નિર્વાણ પામ્યા હતા. તેમને માટે બધી જ જિંદગીઓ જીવંત હતી અને બધાં જ મૃત્યુ પણ મૃત્યુ પામ્યા હતાં. તેમનું સૃષ્ટિ પર થયેલું આગમન અંત પામ્યું હતું. જે રાજાઓ ત્યાં એકત્ર થયેલા હતા તેઓ બોલ્યા ““આધ્યાત્મિક વલણ ધરાવનારા માટે હવે આ જગત નથી. હવે તે માત્ર જેઓ દુનિયાના છે અને દુન્યવી છે તેમના જ માટેની સૃષ્ટિ બની રહેશે.” તેમના પગરવને યુદ્ધો અને ફતેહમંદ વિજેતાઓ કચડી નાખશે, કિંતુ, તેમ છતાં પણ સમગ્ર માનવજાતિના કલ્યાણ તરફ દોરી જતા સત્ય પથના સંન્યાસી આત્માને લોકો હંમેશ માટે) યાદ કરશે. - ૧o૯
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy