________________
તપ કરવાનું ચાલું રાખ્યું અને છેવટે મૃત્યુપર્યન્તના ઉપવાસ કરીને જે માટે તેઓ આવું કઠિન જીવન જીવ્યાં હતાં તે મેળવ્યું.
મહાવીર થોડોક સમય ચંપામાં રહ્યા અને પછી તેઓ મિથિલા તરફ આગળ વધ્યા. 14મી વર્ષાઋતુ : 27મું વર્ષ ઃ શ્રાવસ્તી :
ચૌદમી વર્ષાઋતુ દરમ્યાન મહાવીર મિથિલામાં રહ્યાં. ત્યાં ચાતુર્માસ પૂર્ણ કરીને મહાવીર શ્રાવસ્તી ગયા અને કૌશતક મંદિરમાં રહ્યા. હલ્લ અને વિહલ્લ કે જેઓ મહાન યુદ્ધ માટે જવાબદાર હતા, તેઓ કોઈપણ રીતે મહાવીર પાસે પહોંચ્યા અને મહાવીરની નિશ્રામાં સંસાર ત્યાગ કર્યો અને યતિ જીવનની પ્રતિજ્ઞાઓ લીધી.
આ સમયે ગોશાલા મંખાલીપુત્ત પણ શ્રાવસ્તી માં આવેલા હતા અને કામની વેઠ ઉતારનાર હલપુત્તને ધીરજપૂર્વક સહન કરતા હતા અને ત્યારેજ તેના સંસાર ત્યાગના સત્યાવીસમાં વર્ષ પછી ગોશાલા મખાલીપુત્તના જીવનમાં એક કરૂણાજનક બનાવ બન્યો. આ ગોશાલકા ઘટના પછી મહાવીર મેન્વિકા ગયા અને સાંકૌશતક મંદિરમાં વિસામો કર્યો. (1) નિરયાવલિસૂત્ર 2 (2) નિરયાવલિઓ - પ્રક. 1 (૩) ગોશાલકા ઘટના : “ગોસાલા' એ શીર્ષકવાળું પ્રકરણ સંદર્ભ માટે જુઓ મહાવીરની માંદગી :
ગોશાલા ઘટનાની મહાવીરના સ્વાથ્ય ઉપર ગાઢ અસર થઈ. પિત્તને કારણે મહાવીર જ્વરથી પરેશાન રહેવા લાગ્યા અને શૌચક્રિયા દરમ્યાન રક્તસ્ત્રાવ પણ થવા લાગ્યો. તેઓનું તન એકદમ કૃશ થવા લાગ્યું અને ફીકું પણ પડવા માંડ્યું. લોકોને ભય લાગ્યો કે તેમને કોઈ દુષ્ટ તત્ત્વો નડતાં હોવાં જોઈએ અને (આમ વિચારીને) તેઓ અત્યંત દિલગીર બની ગયાં.
સિંહા કે જેઓ મેક્રિયાથી બહુ દૂર નહીં એવા માલુકામાં ધ્યાન કરતા હતા તેમને આ બાબતની જાણ થઈ. તેમને અત્યંત રંજ થયો અને તેઓ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શક્યા નહિ. તેમને પોતાને પણ મહાવીરના સ્વાથ્ય અંગે ચિંતા થઈ. તેમને ભય લાગ્યો કે ગોસાલાની આગાહી સાચી પડશે. લોકો મહાવીર વિશે શું કહેશે ?
- ૧૬૧ -