SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ભગવતીશતક - 5, ઉદ્દેશક - 9 ભગવતીશતક - 1, ઉદ્દેશક - 6 3 ભગવતીશતક - 1, ઉદ્દેશક - 6 2 : 23મું વર્ષ 10મી વર્ષાઋતુ કંચનગાલા ઃ આ વર્ષાઋતુમાં મહાવીરે રાજગૃહને તેમનું નિવાસસ્થાન બનાવ્યું. વર્ષાઋતુ ચર્તુમાસ પૂર્ણ થતાં જ મહાવીર પશ્ચિમ તરફ ચાલી નીકળ્યા અને કંચનગાલામાં આવ્યા અને છત્રપાલાસી મંદિરમાં ઊતર્યા. સ્કંદૂકનું ધર્મપરિવર્તન ઃ લોકો મહાવીરનું સ્વાગત કરવા માટે ચાલી નીકળ્યા. તેમાંનો એક સ્કંદક નામનો પરિભ્રમણ કરનાર સંન્યાસી હતો. સ્કંદક વિદ્વાન માણસ હતો અને તે સમયની કળાઓ અને વિજ્ઞાનમાં નિષ્ણાત અને તજ્જ (ગણાતો) હતો. એકવાર જ્યારે તે શ્રાવસ્તીમાં હતો ત્યારે પિંગળક નામના મહાવીરના અનુયાયીએ વિશ્વના આરંભ, અંત અને અસ્તિત્વ વિશે તેને કેટલાક પ્રશ્નો પૂછ્યા. સ્કંદક તેના ઉત્તરો આપી શક્યો નહિ, અને તે અંગે જેમ જેમ તે વિચાર કરવા માંડ્યો તેમ તેમ તે ગૂંચવાતો ગયો. જ્યારે તેને જાણ થઈ કે મહાવીર છત્રપાલાસી મંદિરમાં આવ્યા છે ત્યારે તેણે તે મંદિર તરફ પ્રયાણ કર્યું. મહાવીર ત્યારે ઈન્દ્રભૂતિ સાથે ગપશપ કરતા હતા તેમણે કહ્યું કે તે દિવસે ગૌતમ તેની પૂર્વ પરિચિત વ્યક્તિને મળશે. ઈન્દ્રભૂતિ ગૌતમને નવાઈ લાગી અને તેણે પૂછ્યું કે તે પરિચિત વ્યક્તિ કોણ હશે અને તેના કાર્યનો પ્રકાર કેવો હશે મહાવીરે તેને સ્કંદની ઘટના સંભળાવી એવામાં ગૌતમે સ્કંદકને તેની તરફ આવતો જોયો. ગૌતમ તેને અભિનંદવા માટે આગળ વધ્યો. તેનું અભિવાદન કરીને ગૌતમે તેનું ત્યાં આવવાનું કારણ કહ્યું. સ્કંદકને અત્યંત આશ્ચર્ય થયું અને તેણે તેને પૂછ્યું કે તેના મનમાં શું ચાલી રહ્યું છે તેની તેને (ગૌતમને) શી રીતે ખબર પડી ? ગૌતમે તેને કહ્યું કે આ બધું તેના ગુરુના પ્રતાપને લીધે છે. સ્કંદક ગુરુનાં દર્શન કરવા માટે આતુર બની ગયો ગૌતમ તેને મહાવીર પાસે લઈ ગયો ગુરુનું શાંત, સ્વસ્થ અને મોહક સ્વરૂપ જોઈને સ્કંદક અત્યંત આનંદિત થઈ ગયી. મહાવીરે ~ ૧૫૫
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy