SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ પ્રસ્તુત મહાનિબંધમાં મહાવીરના જીવનનો કોઈ જુદા જ દષ્ટિકોણથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ મહાન ઉપદેશકનું જીવન અને કાર્ય આ મહાનિબંધનું કેન્દ્ર બને છે. મેં કેટલીક જગ્યાએ મહાવીરના જીવનની પ્રણાલીગત અહેવાલોમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે અને મારું પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કર્યું છે. મહાવીરના વ્યક્તિત્વની કેટલીક હકીકતોનો મેં ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. કેટલીક જગ્યાએ મેં પૂર્ણરીતે પ્રણાલીગત હેવાલોનો સંદર્ભ એટલા માટે લીધો છે કે સમર્પિત લેખકોની કાવ્યમય ૫કડની અંદર સત્ય કેવી રીતે ઊંડાણમાં છુપાયેલું છે તે દર્શાવી શકાય. મહાવીર તેમના યુગના પ્રતિનિધિ હતા, તેમના ઉપદેશોમાં તત્કાલીન બ્રાહ્મણ સંપ્રદાય સામેનો સાર્વત્રિક વિરોધ પ્રગટ કરે છે, મહાવીર તેમના સમય કરતાં ઘણા આગળ હતા અને વધુ અગત્યની બાબત તો એ છે કે તેમનું વ્યક્તિત્વ તે સમયના સાધુજગત કરતાં તદ્દન નોખું હતું તે દર્શાવવાનો પણ મેં અત્રે પ્રયત્ન કર્યો છે. મારા આ નમ્ર પ્રયાસમાં મેં આ વિષયને વધારે તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે રજૂ કરીને તેના પર કંઈક અંશે પ્રકાશ ફેંકવાનો પ્રયત્ન કર્યો છે. મારા આ અભિગમમાં મેં શક્ય એટલા વધારે વિવેચનાત્મક બનવાનો પ્રયત્ન કર્યો છે. મેં હેતુપૂર્વક કેટલાક બહુ ચર્ચાયેલા મુદ્દાઓની ચર્ચા ટાળવાનો પ્રયત્ન એવી લાગણી સાથે કર્યો છે કે તે મુદ્દાઓ દૂધમાંથી પોરા કાઢવા જેવી સાબિત થશે અને તેથી મારો કોઈ હેતુ સરશે નહિ. એક યા બીજા કારણસર અગાઉ આપવાના વિચારેલાં એવાં ઘણાંબધાં અવતરણો તેમજ પરિશિષ્ટમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવાનો વિચાર મેં માંડી વાળ્યો મારા કાર્યમાં મને માર્ગદર્શન આપવા બદલ યુનિ. ભાષાભવનના ડૉ. ભાયાણી, ડૉ. ગોપાણી અને શ્રી એન્ડરસન પ્રત્યે અંતઃકરણપૂર્વકની આભારની લાગણી વ્યક્ત કરું છું. અંતમાં મારા આદરણીય ગુરુ મુનિ જીનવિજયજી કે જેમણે સમયે સમયે જેમના પ્રોત્સાહન અને મદદ વગર મારા કાર્યમાં હું આગળ ન વધી શક્યો હોત, તેમના તરફ પણ ઊંડી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. - નિરંજનભાઈ યુ. ત્રિવેદી (લેખકના અપ્રગટ મહાનિબંધ “મહાવીર ચરિત્રમાંથી અનુવાદિત) XV
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy