SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના દેહની દરકાર કર્યા વગર તેમના ધાર્મિક આસનમાં તેમને ખલેલ પહોંચાડી, તેમ છતાં તે પૂજ્ય વ્યક્તિએ તેમની જાતને નમ્ર બનાવીને અને ઇચ્છાઓથી મુક્ત એવા એમણે દુઃખ સહન કર્યું. (12) જેમ કોઈ નાયક સમરાંગણના મોખરે બધી જ બાજુએથી ઘેરાયેલા હોય (અથવા તેમના સંરક્ષણમાં હોય) તેમજ મહાવીર, પૂજ્ય વ્યક્તિ, બધાં જ દુ:ખો સહન કરીને વિચલિત થયા વગર આગળ વધ્યા. (નિર્વાણના માર્ગે) (13) આ અનુસરવાનો નિયમ છે. ચતુર્થ ઉપદેશ : સન્માનીય વ્યક્તિ માંસના (ભક્ષણ કરવાના) અસંયમનો ત્યાગ કરવા માટે શક્તિમાન હતા (અને તેથી) જોકે રોગોનું આક્રમણ તેમની ઉપર ક્યારેય થયું ન હતું અથવા ઘાયલ થયા હોય કે ન થયા હોય તો પણ તેમણે ઔષધીય સારવારની ઇચ્છા કરી નહીં. (1) દેહ એ અશુદ્ધ એવું કંઈક છે એવું જ્ઞાન થયા પછી જુલાબ, વમન થાય એવી દવા, દેહ પર તેલની માલિશ કરવી અને સાબુથી ઘસીને નહાવું કે માથું ધોવું અને દાંત સાફ કરવા એ તેમને યોગ્ય લાગતું ન હતું. (2) ઇન્દ્રિયોની અસરથી મુક્ત રહીને, બહુ જ ઓછું બોલીને બ્રાહ્મણે આમતેમ પરિભ્રમણ કર્યું. ક્યારેક ઠંડી ઋતુમાં છાયામાં (રહીને) આદરણીય વ્યક્તિએ ધ્યાન કર્યું. (3) ઉનાળાની ગરમીમાં તેમની જાતને ખુલ્લી રાખીને, સૂર્યની નીચે પલાંઠી વાળીને બેસીને, રૂક્ષ આહાર, ભાત, ભાંગીને ચૂરો કરેલી મુરબ્બા જેવી ચીક્કી મીઠાઈ અને અડદ પર ગુજારો કરીને તેઓ રહે છે. (4) આ ત્રણ ચીજોનો ઉપયોગ કરીને પૂજ્ય વ્યક્તિએ આઠ મહિના સુધી પોતાને ટકાવી રાખ્યા. ક્યારેક આદરણીય વ્યક્તિ અડધા મહિના સુધી કે મહિના સુધી પણ પાણી સુદ્ધાં પીધું નહીં. (5) અથવા બે મહિના કરતાં પણ વધારે સમય સુધી અથવા છ મહિના સુધી રાત અને દિવસ કોઈ આકાંક્ષા (પાણી પીવાની) વગર તેમણે પાણી સુદ્ધાં પીધું નહીં. ક્યારેક તેમણે વાસી આહાર (પણ) આરોગ્યો. (6) ધ્યાનને ચીવટપૂર્વક ચાલુ રાખીને ઇચ્છાવિહીન (સ્થિતિમાં) તેમણે -૧૧૨ –
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy