SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે વર્ધમાન મહાવીરનો વૈજ્ઞાનિક દૃષ્ટિએ થાય. તારીખો શોધાય, પ્રમાણો વિચારાય, નિર્ણયો તારવવામાં આવે. એ વાસ્તવિક જગત સંબંધી અને બૌદ્ધિક પ્રવૃત્તિ છે. પરંતુ ઉપાસના તો ભગવાન મહાવીરની જ થાય ! એ તો હજારો વર્ષની, પ્રજાની શ્રદ્ધાન્વિત ઉપાસનાને પરિણામે આપણા ચિત્તમાં મુદ્રિત અલૌકિક વ્યક્તિત્વની છે ! આપણે ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરેનાં જે વ્યક્તિત્વોની ઉપાસના કરીએ છીએ તે અમૂર્ત ભાવનાઓનાં સાંસ્કૃતિક પરિબળોએ વિકસાવેલાં મૂર્ત વ્યક્તિત્વો છે ! આ બધામાં બુદ્ધ અને મહાવીરની વિશિષ્ટતા એ છે કે તે બંને “ઐતિહાસિક વ્યક્તિત્વો છે. જ્યારે શ્રીરામ. શ્રીકૃષ્ણ વગેરે વિષે કશીક ઐતિહાસિક ભૂમિકા હોય તો પણ તે હવે કાળલુપ્ત છે. હવે તેમની ભાવનામૂર્તિ જ આપણી પાસે છે જેની આસપાસ અનેક ચરિત્રાત્મક વિગતો વણાયેલી છે. તે હવે પૌરાણિક છે. જ્યારે બુદ્ધ અને મહાવીરની ઐતિહાસિક ભૂમિકા કેટલેક અંશે ઉપલબ્ધ છે. એની આસપાસ સમયે સમયે વિકસતાં શાસ્ત્રો-સાહિત્ય વગેરેથી પૌરાણિક સંદર્ભ વીંટાયો છે. શ્રદ્ધાનું અને ઉપાસનાનું પાત્ર તો તે બધામાં કેન્દ્રસ્થ વ્યક્તિત્વ જ છે ! જ્યારે ઐતિહાસિક વ્યક્તિત્વ પૌરાણિક આભા પામે ત્યારે – અને તેમાંય લગભગ અઢી હજાર વર્ષ પૂર્વેની ઘટનાની હકીકતોના ઐતિહાસિક દષ્ટિએ શ્રદ્ધેય પુરાવા મેળવવા મુશ્કેલ હોય ત્યારે સાંસારિક વ્યક્તિત્વ અને ઉપાસ્ય મુદ્રાને અલગ તારવવાં લગભગ અશક્ય થઈ જાય ! પણ - નિરંજનને આવો અશક્ય લાગતો પ્રયત્ન કરવામાં રસ હતો ! ભગવાન મહાવીરને તે ઉપાસ્ય ગણે છે અને “વર્ધમાન’ની તે શોધ માંડે છે. તે સાથે તેમના સમકાલીન બુદ્ધને પણ તે શોધે છે. શોધપ્રયત્ન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે. ફાધર હેરાસ જેવા તેના માર્ગદર્શકો છે. તો ઉપાસ્યને પામવામાં મુનિશ્રી જિનવિજયજી, તથા કૌસાંબીજી જેવા મદદમાં છે. આવા બધા મહાનુભાવોએ સહાય કરી છે ! આ શોધપ્રયત્નની લાક્ષણિકતા એ છે કે તે વૈજ્ઞાનિક પદ્ધતિનું તાશ્ય સ્વીકારે છે પણ ભારતીય સાંસ્કૃતિક પ્રણાલિકાગત માનસિક ભૂમિકાથી અજ્ઞાત એવા મુખ્યત્વે પશ્ચિમના વિદ્વાનો, જે શ્રદ્ધાથી પ્રાપ્ત છે તેને વેગળું xii
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy