SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્યાત અભ્યાસરૂપ ઉપાસના આ ગ્રંથ હાથમાં લેતાં, - મૃતિદોરને સહારે વીતેલો સમય ઓળંગીને ભૂતકાળમાં પહોંચી જવાય છે – ઈ.સ. ૧૯૪૭ના ઉત્તરાર્ધથી ઈ.સ. ૧૯૫૦ના ઉત્તરાર્ધ સુધીના સમયગાળામાં નિરંજન સાથે અંધેરી અને મરિન લાઈન્સ પર સહનિવાસનો એ સમય ! - અને એ જ સમયગાળો જ્યારે આ ગ્રંથ જેની ઉપલબ્ધિ છે તે અભ્યાસ થતો હતો ! સ્વભાવે ઓછાબોલા - પોતાને વિષે તો અત્યંત ઓછાબોલા, પણ વાર્તાલાપમાં ચકોર, પ્રસન્ન અને નમ્ર તેમજ મર્મયુક્ત સરસ વાણી ઉચ્ચારનાર, બુદ્ધિનિષ્ઠ તેમજ ભાવનાનિષ્ઠ, સ્વસ્થ તટસ્થ લાગતાં છતાં ભીતરથી ભરપૂર લાગણીશીલ, એવાં નિરંજન ત્રિવેદી જ્યારે ભાવાવેશમાં હૃદયકપાટ મોકળું કરી દઈ ક્યારેક બોલવા માંડે ત્યારે ભીતરની ઊર્મિ કે ચિંતનની સમૃદ્ધિનો અહેસાસ થઈ જાય ! મોટે ભાગે તો આત્મલક્ષી નહીં પણ સૈદ્ધાંતિક વિચારણા કે અભ્યાસવિષયક ચિંતન અને મથામણનો ઉભરો જ હોય ! આ ગ્રંથમાં જે અભ્યાસ નોંધાયો છે તે વિષયક આવી અભિવ્યક્તિનો લાભ મળ્યો હોય તો તે ગ્રંથ વિષેનું લખાણ પૂરા અભ્યાસનિષ્ઠ તાટધ્ધથી રજૂ કરવું મુશ્કેલ છે ! છતાં - બોલવામાં, લખવામાં કે જીવવામાં યથાર્થતાને જ તાટથ્યપૂર્વક વળગી રહેવાનો સંકલ્પ આજીવન જાળવનાર નિરંજનને જ લક્ષમાં રાખી અત્રે કેટલીક પ્રસ્તુતિ કરવી છે. આ ગ્રંથમાંની રજૂઆતો, હકીકતો કે તારણો વિષે કશું પણ સમીક્ષાત્મક લખવાની મારી ક્ષમતા નથી. માત્ર થોડીક એવી હકીકતો જે અંગત પરિચયને કારણે જ પ્રાપ્ત થઈ તે આ અભ્યાસની ભૂમિકારૂપે પ્રગટ કરવી છે જેથી ગ્રંથની અપૂર્ણતા, ગ્રંથમાં ઓળખાતો
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy