SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતિભાઈના આદેશથી જ પૂ. મહાસતીજીઓને જ્ઞાન પીરસવા માંડ્યું અને મંડળમાં) પણ માનદ્ શિક્ષિકા બની ગઈ. પાછું ભણતરને પૂર્ણવિરામાં પણ ૧૯૯૦ માં દરિયાપુરી સંપ્રદાયના પ.પૂ. ઈશિતાબાઈ મહાસતીજીના ચાતુર્માસ દરમિયાન એમના શિષ્યા જ્ઞાનપ્રેમી પ.પૂ. ચેતનાબાઈ મહાસતીજીએ વળી મારી ભણતરવૃત્તિને ઉત્તેજિત કરી. એમની પ્રેરણા અને શ્રી માટુંગા સંઘના પ્રમુખ શ્રી મહાસુખભાઈ શીવલાલ શેઠ ના પ્રયત્નથી શ્રી. અ. ભા. જે. સ્થા. જૈન કોન્ફરન્સ દ્વારા માન્ય શ્રી તિલોકત્નિ સ્થાનકવાસી જૈન ધાર્મિક પરીક્ષા બોર્ડ” અહમદનગરની જેના સિદ્ધાન્ત વિશારદ- પ્રભાકર-શાસ્ત્રી અને આચાર્યની પરીક્ષાઓ પાસ કરી તેમજ ભારતીય વિદ્યાભવન મુંબઈની સંસ્કૃતમાં કોવિદ સુધીની પરીક્ષાઓ પાસ કરી. એ દરમ્યાન બૃહદ મું. સ્થા. મહાસંઘ સંચાલિત શિક્ષણ બોર્ડમાં કારોબારી સભ્ય પણ બની. શ્રી રાજેનતી મહિલા મંડળમાં ભણાવતી વખતે મારા નવા નવા પ્રશ્નોત્તરને કારણે અમારા કારોબારી સભ્ય પૂ. શારદાબેન ભોગીલાલ શાહ વારંવાર કહેતા કે “આ અમારી પારવતી તો પીએચ. ડી. છે એટલે નવાનવા પ્રશ્નો શોધ્યા કરે’ આ. શબ્દો મારા કાનમાં અથડાતા રહ્યા. આ શબ્દોએ મારી વ્યવહારની ડૉક્ટર બનવાની અભિલાષા જેના પર રાખ વળી ગઈ હતી એને ફેંકવાનું કામ કર્યું અને આધ્યાત્મિક વિષયમાં ડોકટર બનવાની જવાલા પ્રજવલિત કરી, જેથી જેન ધર્મના વિષયમાં કાંઈને કાંઈ સંશોધન કરવું એ નિર્ણય લેવાઈ ગયો. પરંતું પીએચ.ડી. માટે તો અનુસ્નાતક- M.A. વગેરે હોવું જોઈએ જ્યારે મારૂંવ્યવહારિક શિક્ષણ તો મેટ્રિક સુધીનું જ હતું. પણ જેનો ઈરાદે મક્કમ હોય એને માર્ગ મળી જ રહે છે. કહ્યું પણ છે કે - “મનોરથો સ્વપ્નમાંહી હશે, તે પાંગરીને કદી પુષ્પ થશે.” એ ન્યાયે મારું ધ્યાન વર્તમાન પત્રમાં લાડ– રાજસ્થાનની “જેન વિશ્વભારતી સંસ્થાન” ની પત્રાચાર કોર્સની જાહેરાત પર ગયું. એ પ્રમાણે મુંબઈના પ્રતિનિધિ શ્રી નેમિચંદભાઈ જેનની સહાયથી ઘેરબેઠાં પ્રવેશ મેળવીને શ્રમણ-શ્રમણીજી, ડૉ. આનંદપ્રકાશ ત્રિપાઠીજી, ડૉ. પ્રકાશ સોની વગેરેના માર્ગદર્શનથી બી.એ., એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ ગોંડલ સંપ્રદાયના સરળ સ્વભાવી પ.પૂ. સોનલબાઈ મહાસતીજીએ મને પીએચ.ડી. સંબંધી વિષય પસંદગીથી કરીને લખવાની રીતભાત, તેમાં કરવી પડતી મહેનત વગેરેનું ખૂબ જ ઝીણવટભર્યું સુંદર માર્ગદર્શન નિઃસ્વાર્થભાવે આપ્યું. તેમ જ આ માટે ગાઈડ તરીકે ડૉ. ઉત્પલાબેન મોદીનું નામ સૂચવ્યું. હું ઉત્પલાબેન મોદીને મળી. તેઓ મને જૈન સાહિત્યના સંશોધિકા, વિદુષી, મુંબઈ યુનિવર્સિટીના માન્ય ગાઈડ (માર્ગદર્શક) નિવૃત્ત પ્રાધ્યાપિકા ડૉ. કલાબેન શાહ પાસે લઈ ગયા. એમણે બે કલાક સુધી અખ્ખલિત વાણીમાં મને જેન સાહિત્યના દરેક પાસા - કાવ્ય, કથા, સ્તોત્ર, દાર્શનિક વગેરેનો
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy