SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાને રાસ. (૩૪) હાથ જોડી સાધુને લાડુ વેરાવ્યા; તેજ વખતે દેવતાએ તેના ઘર આગળ કોડું ગમે સોનૈયાની વૃષ્ટિ કરી છે ૬ છે ત્યાં સમુદ્રદત્ત નામે શેઠ એવી રીતે દાનનાં પૂળ જોઈ, પિતાના નિધન પણની નિંદા કસ્તો થકે તે શેઠની અત્યંત પ્રશંસા કરવા લાગ્યા. ૭ ઢાઢનાવી. સુણ મેરી સજની રજની ન જારે એ દેશી. હું હવે પરદેશજઈ ધન ખાટુરે, દલિદ્રિ તણું નામ દૂરે દટુર, ચાર મિત્રસું સમુદ્રદત્ત ચાલ્યોરે, સિંહલદ્વિપ જઈનયણે નિહારે. ૧ પલાસ ગામ અનુક્રમે પહોતારે, માંહો માંહી કહે ગહગહતા. સમુદ્રદત્ત કહે રહેલું અહીયારે, મન માને તે જ તિહરિ . ર છે. સદુ વલી ઈહાં એકઠા થાસુરે, પછી આપણી દિસે જાસુરે. બીજો સાથ નગરમાં પેઠેરે, સરેવર પાળે સમુદ્રદત્ત બેઠેરે છે ૩ પછી તે મનમાં વિચારવા લાગ્યું કે, હું પણ પરદેશ જઈ ધન કમાઈ મારી દરિદ્રતાને નાશ કરૂં, એમ વિચારી ચાર મિત્રોની સાથે તે સિંહલદ્વિપમાં ગયે. ૧ ત્યાંથી અનુક્રમે પલાસ નામે ગામમાં ગયા, ત્યારે સમુદ્રદત્ત, મિત્રોને કહેવા લાગ્યા કે, હું તો હવે અહીં જ રહીશ, તો તમારે ખુશી પડે ત્યાં જાઓ છે જે વળી આપણે પાછળથી અહીં ભેગા મળીને આપણા દેશમાં જઈશું; પછી બીજે સઘળ સાથ તો નગરમાં ગયે, પણ સમુદ્રદત્ત તો ત્યાં તળાવને કાંઠે બેઠે છે ૩ છે અશોક નામે સોદાગર આવ્યોરે, સમુદ્રદત્તને તેણે બોલાવ્યો જે તું મારા ઘોડા પાલેરે, તાહરૂં માગ્યું કરૂ હવાલેરે ૪ દિન માંહે દાય વેલા ભૂતિરે, ખટમાસ અંતરે કંબલ જૂતિરે; ત્રણ વરસની અવધિ કીજે રે, અશ્વ યુગલ મન ગમતે લીરે. ૫ એમ પરઠીને રહ્યો સમુદ્રદત્તરે, અશોક પુત્રીનું લાગ્યું ચિત્તરે; મીઠાં ફલ તસ આણી આપેરે, કમલશ્રી પતી તેહને થાપરે છે ૬ ત્યાં એક અશાક નામે સોદાગરે આવી સમુદ્રદત્તને કહ્યું કે, જે તું મારા ઘડાનું રક્ષણ કરે, તે તું જે માગ તે આપું છે ૪ ૫ દિવસમાં બે વખત જમવાનું, તથા છછ મહિને બબે કામળ, એવી રીતે ત્રણ વરસની બંધી, તથા છેવટે તારે ગમે તેવા અશ્વશાળામાંથી બે ઘોડાઓ લેવા છે ૫ છે એ ઠરાવ કરીને સમુદ્રદત્ત તેને ત્યાં રહ્યો, પછી ત્યાં તે શેઠની પુત્રી સાથે તેને નેહ થયે, તે હમેશાં તેણીને મિઠાં મિઠાં ફળ લાવી આપે, અને કમળશ્રી (ત શેઠની પુત્રી) પણ તેને પિતાને પતિ કરીને માને. ૬ એક દિન કમલશ્રી પ્રતે ભાંખ્યું રે, નિજ દેશ જવા મેં મન રાખ્યું રે તે કહે હું તુજ આવીસ સાથેરે, લખીયો પતિ તું માહરે માથેરે છે કા ઈશ્વર પુત્રી તું મૃદુ અંગીરે, સિંહણ લંકી નયણકુરંગીરે; ૬ નિરધનને પથિક વિદેશીરે, કેમ તું માહરે સાથ આસરે છે ૮
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy