SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાને રાસ. (ર૮૧) એકાદસ હો પ્રતિમા એ સારક, શ્રાવકની સુદ્ધિ કહી, સાંભળીને હો હરખે કુમારકે, પવનવેગે મન દૃઢ ગ્રહી. છે ૧૬ . પવનવેગ હો પવિત્ર વ્રતધારકે, જૈન ધર્મ લીધે ખરે; દેય મિત્રજ હો આનંદ હવે સારકે, ભવ્ય છવ ધર્મ સ્નેહ ધરે. ૧૭. વ્રત પાલીને હા આયુષા અંતકે, બે મિત્ર સ્વર્ગ ગયા; પામ્યા અતિ ઘણી હો દેવની રિક્રકે, દેવીસું ભોગસુખીયા થયો. ૧૮ એવી રીતે શ્રાવકની શુદ્ધ અગ્યાર પ્રતિમા કહી સાંભળીને તે પવનવેગ કુમાર અત્યંત આનંદ પામે, તથા મનમાં દઢ સમકિત અંગીકાર કર્યું છે ૧૬ ! એવી રીતે પવનવેગે શુદ્ધ વ્રત લઈને, જૈન ધર્મ અંગીકાર કર્યો, અને બન્ને મિત્રો બહુ હર્ષ પામ્યા, કારણ કે ભવ્ય જી હમેશાં ધર્મ ઉપજ પ્રીતી રાખે છે કે ૧૭ છે પછી તે બને મિત્ર વ્રત પાળીને આયુષ્ય સંપૂર્ણ થયે સ્વર્ગે ગયા, ત્યાં દેવ સંબંધિ અત્યંત રિદ્ધિ મેળવીને, દેવાંગના સાથે સુખેથી ભેગવિલાસ ભોગવવા લાગ્યા છે ૧૮ છે અવતરીને હો પામસે મનુષ્યને જન્મકે, ચારિત્ર પાલી જિન તણું; અષ્ટ કરમનો હે વલી કરીને ઘાતકે, મેક્ષ લક્ષ્મી પાસે ઘણું. ૧૯ હીરવિજય સૂરી હે તપગચ્છ મંડાણ કે, શુભવિજય શિષ્ય જાણીયે; ભાવવિજય હો જગમેં જયવંત કે, સિદ્ધિવિજય પરમાણીયે છે ૨૦ છે રૂપવિજય હો રૂપવંત કહેવાય કે, કૃષ્ણવિજય કર જોડીને; રંગવિજયને હે પ્રણમું નિસદીસ કે, અંગ છ અંગ મોડીને. પર૧ ખંડ છઠે હો પૂરો થયો આજ કે, હાલ અગ્યારે સુણે સહી; નેમવિજયે હો ઉલટ મન આણકે, વાત અનેપમમેં કહી. છે રર ત્યાંથી ચવ્યા પછી તેઓ બને મનુષ્યનો અવતાર પામી જૈન ચારિત્ર પાળીને તથા આઠ ઘાતિ કોને ક્ષય કરીને મોક્ષ પામશે . ૧૯ છે હીરવિજય સૂરિ તપગચ્છના નાયક થયા, તેના શિષ્ય શુભવિજય, તેના જયવંતા શિષ્ય ભાવવિજય, તથા તેના શિષ્ય સિદ્ધિવિજય થયા છે ૨૦ કે તેને મનોહર શિષ્ય રૂપવિજય, તેના શિષ્ય કૃષ્ણવિજય, તથા તેના શિષ્ય રંગવિજયને હું હમેશાં આ છઠ્ઠા અધિકારમાં અંગ નમાવિને નમસ્કાર કરું છું કે ૨૧ છે એવી રીતે અગ્યાર ઢાલેએ કરી સંપૂર્ણ છો ખંડ પૂરો થયે, નેમવિજયજીએ મનમાં ઉલટ લાવીને આ અતિ સુંદર વાત કહી છે કે ૨૨ it ઇતિ ધર્મ પરીક્ષા પાસે છઠ્ઠો અધિકાર સંપૂર્ણ
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy