SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાને રાસ. (૧૫૫) તેની સાથે હતી છતાં મેં તે જોયું નથી, તેમ સાંભળ્યું પણ આજેજ છે ૧૯ ત્યારે પેલો હરિભદ્ર પ્રોહિત પણ કહેવા લાગ્યું કે, હું લોકે આ રાજાને વનમાંથી કઈ ભૂતને વલગાડ થયે લાગે છે, એવું સાંભળી લેકિએ રાજાને બાંધ્યો, તથા કેટલાક ભૂવા વૈદ્ય વિગેરેને ત્યાં તેડાવ્યા છે ૨૦ છે પછી લોકો તે રાજાને ધંધળીને ધુણાવવા લાગ્યા, તથા તેને માર મારવા લાગ્યા, તે જોઈ હરિભદ્રે તેઓને વારીને. રાજાને પોતાના હાથે છુટો કરીને, વસ્ત્રાઆદિક પહેરાવ્યાં છે ૨૧ કે પછી તે પ્રહિત રાજાને તથા કોને કહેવા લાગ્યું કે, જેમ રાજાએ વાંદરાઓનું નાટક જોયું, તેમ મેં પણ નદીમાં પત્થરની શીલા તરતી જોઈ લે ૨૨ श्लोकः--असंभाव्यनवक्तव्यं । प्रत्यक्षमपियद्रभवेत् ॥ યથાવાનરાંત T તથrણતરતિરછી ? | જે વાત અસંભવિત (ન માની શકાય એવી) હોય, અને તે કદાચ આપણે નજરે જોઈ હોય, તો પણ તે કઈને કહેવી નહીં, કારણ કે તેમ કરવાથી, વાંદરાઓનાં નાટક, તથા પાણીમાં તરતી શીલાની માફક થાય છે ૧ છે વચન સુણી રાજા તવ હરખે, સત્ય વાણી એહ સાર; પ્રત્યક્ષ દીઠું તે નવિ કહેવું, નવિ માને મૂઢ ગમાર. સ૨૩ ત્રીજા ખંડ તણી ઢાલ બીજી, કહી શ્રોતાજન સારું; રંગવિજયનો શિષ્ય એમ પભણે, નેમવિજય કહે વારૂ. સને ૨૪ તે વચન સાંભળી રાજાને આનંદ થયે, અને હિતને કહેવા લાગ્યું કે, તમારું કહેવું બરાબર છે, કારણ કે મૂર્ખ લોકે જે નમાને, એવી વાત નજરોનજર જોઈ હોય તે પણ કહેવી નહીં ! ૨૩ એવી રીતે રંગવિજયજીના શિષ્ય નેમવિજયજીએ ત્રીજા ખંડની બીજી ઢાલ સાંભળનારાઓ વાસ્તે કહી . ૨૪ દુલ્લા. હરિભેટની કથા રૂડી, વિપ્ર સુણી તમે તેહ અદભૂત વચન મુજ બોલતાં, તાડન કરશે દેહ ૧છે તે વાવ તવ બોલીયા, સાંભલો ભાઈ ભૂર; સત્ય વચન તુમ બોલતાં, અમે નવી થાણું દૂર | ૨ | માયા મુનિ તવ બોલીયો, મનોવેગ વર વાણ, કથા ક વળી મુજ તણી, સુણજે તેહ સુજાણ. ૩૧ પછી મને વેગ બ્રાહ્મણને કહેવા લાગ્યું કે, ઉપરની હરિભટ્ટની વાત જેમ તમેએ સાંભળી, તેમ મને પણ તમને એવી આશ્ચર્ય જનક વાત કરવાથી કદાચ માર ખા અને ૧ ત્યારે તે બ્રાહ્મણે કહેવા લાગ્યા કે, હે ભાઈ, જે તમે સત્ય વચન બોલશે, તે અમે ગુસ્સે થઈશું નહીં કે ૨ છે ત્યારે તે વેષધારી મને વેગ મુનિ કહેવા લાગ્યું કે, હવે હું મારી પોતાની વાત કહું છું તે તમે ધ્યાન દઈ સાંભળજે છે ૩ છે
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy