SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના. - ::-- અનતી ઉત્સપિણિ અને અવસપણિ કાળમાં સિદિધપદ પામેલા અગણિત સર્વજ્ઞા તથા વર્તમાન સમયમાં મહાવિદેહ ક્ષેત્રને વિષે વિચરતા અરિહંતાદિ સર્વ સર્વજ્ઞ, તથા અનાગત કાળે શીવ વધુ વરનાર સર્વજ્ઞ અને ભારતી દેવીને ત્રિકરણ શુદ્ધિથી નમસ્કાર કરી વાચક વર્ગને સવિનંય વિજ્ઞપ્તિ કરવાની કે, આ અમારી સંસાર રૂપી સમુદ્રમાંથી તરી તીર પામવાને ધર્મ રૂપી મૈકા સમાન બીજુ કેઈપણું સાધન છે જ નહીં. આમ કેઈથી પણ ના પાડી શકાય તેમ નથી. પરંતુ ચાશસી લક્ષ જીવનમાં પરિભ્રમણ કરતાં જ્યારે મનુષ્ય દેહ મળે ત્યારે જ તે મેળવવાની શક્તિ આવે છે, પણ મોહવશે માયાજાળમાં લપટાઈ રહેલે પ્રાણું તે સમય કાંતે માયાના મદમાં, કાતે ઇન્દ્રિયના વિચિત્ર વિષયાસક્તપણામાં, કાંતે મન માનતા મોજ-શોખમાં, કાંતે લેભ-લાલચ અને એવા એવા અનેક તરેહના તરંગમાં તણાતે મહા મહેનતે મેળવેલી મનુષ્ય દેહ રૂપી કમાણે પાણીને પપેટાની પેઠે એળે ગુમાવી આખરે હાથ ઘસતે પાછો ચોરાસીને ફેરામાં ફરવાને ફસાંઈ જાય છે. તથાપિ તેમ થાય નહીં અને મોક્ષ મળે તેટલા માટે ધમની ફરમાન મુજબ ચાલી-વર્તી કાયાનું (જીવ) કલ્યાણ કરવું એ મનુષ્યમાત્રને શ્રેયસ્કર છે. તે ખરૂં. પરં ધર્મને નામે આ જગતમાં અનેક પંથે પ્રવર્તમાન થયેલા હોવાથી શુધ્ધ તત્વાસુદર્શી સાચા ધર્મની હાય વિના ધારેલી ધારણા પાર નહીં પડતાં - લટું અટવાઈ મરવું પડે છે, અને દીરાગને લીધે ખરી ખેજના કર્યા વિના હીરે હાથ લાગવે મહા દુર્લભ છે. માટે સર્વ મુમુક્ષુઓ અને વિવશુઓને મારી ઘણી નમ્રતા પૂર્વક અર્થ એ છે જે દહીંનું દહન કરી છાસ કાઢી નાંખી જેમ માખણનું ગ્રહણ કરે છે તે પ્રકારે કહેવાતા–મનાતા ધર્મની અંદર દર્શાવેલી હકીક્ત ન્યાય, નિતિ ઈત્યાદિથી ભરપૂર છે કે કેમ? તે તપાસી સર્વજ્ઞ ભાષીત્ શુધ્ધ તત્વાનુદશી સાચો ધર્મ સહશે તેજ આ ભવાટવી એલંગવાને સમર્થ થશે. નહીંતે પાણીને પિરે પાણીમાં જ સમાયાની માફક અંત્યાવસ્થા આવતાં અટવાઈ મરવું પડશે.' આટલી હુજ પ્રસ્તાવના પુરી કરતાં આ “ધર્મ પરિક્ષાના રાસ” માં સમાવેલી હકીકત પર આવતાં વાચક વર્ગને નિવેદન કરવાનું કે, બારમા તીર્થનાથ શ્રી વાસુપુજ્ય સ્વામીની કેવળાવસ્થાવસરે તેમને મને વેગ નામના સુશ્રાવક વિધાધર રાજાએ પોતાના પવનવેગ નામના મિથ્યાત્વી મિત્રને જૈન ધર્મમાં દઢ કરવાને અર્થે પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પરમાત્માએ જણાવ્યા મુજબ મને વેગે પાટલીપુર નગરના ધુન મિથ્યાત્વી બ્રાહ્મણોને તેમની સ્થાપેલી વાદશાળામાંજ ઘણી વેળા
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy