SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ illnIT છે, કોણ લોહી પીએ છે? મા ! વાઘણ થઈ છે એ? ખરેખર, હિતૈષી છે માતા ભવોભવ હિત કરે પણ અહિતેષી સંબંધી તો નિકંદન જ વાળે. ( 9. આજ કારણે શાસ્ત્રકાર કહે છે કે, પુણ્યવાને માંગણી તો મોક્ષની જ કરવી, પણ મોક્ષ ન મળે ત્યાં સુધી સંબંધી મળો તો છે તે પણ ધર્મી મળો એમ જ માંગવું. મોક્ષના અર્થીને ગામ, નગર, કુટુંબી એકેની જરૂર નથી, પણ મળવાનું જ હોય તો એવી જ ઈચ્છા હો રહેવી જોઈએ કે, મળો તો ધર્મી મળો. દુર્ભાગ્યના યોગે ધર્મી ન મળે તો તેનાથી કળથી ખસવાનો પ્રયત્ન કરવો જોઈએ અને કળથી ન બને તો બળથી પણ છૂટી જવું જોઈએ. કલ્યાણનો અર્થી બાળક તો માબાપને રોજ કહે છે, “આપ તો પાલક અને રક્ષક, આપ જો અમને સન્માર્ગે નહિ મોકલો તો કોણ મોકલશે ?” ઉત્તમ મા-બાપ પણ સંતાનને કહે છે, “તમે સન્માર્ગે જાઓ તો જ અમારું માતા-પિતાપણું ળે’ આવું પરસ્પર આજે કહેનારા કેટલા ? જીવનમાં અંતે સમાધિ આપનાર કુટુંબમાં કેમ કોઈ ન હોય? સુસંસ્કારનું પોષણ ચાલું હોય તો કુટુંબમાં જ સમાધિ સમર્પનાર અવશ્ય પાકે. શ્રીમતી મદનરેખા ભરયુવાનીએ ચઢતી અને પરમશીલવતી એવી રાજપુત્રી અને રાજપુત્રની વધુ હતી. તેણે પોતાના માતા પતિને નિર્ધામણા કરાવી. પોતાના પતિ જે શ્રી યુગબાહુ તેના મોટાભાઈએ શ્રીમતી મદનરેખા ઉપર કામાંધ બની શ્રી યુગબાહુનું ખૂન કરવા તલવાર ફેરવી, એ સ્થિતિમાં હજી જીવ છે એ વખતે શ્રીમતી મદનરેખા રોતી નથી. વ્યવહારદૃષ્ટિએ વિચારે તો એને તો આપત્તિનો પ્રસંગ છે, કારણકે ઉદરમાં ગર્ભ પણ છે, પતિ મરે છે અને જેઠ કામી છે. કહો છે કાંઈ કમીના ? છતાંય શ્રીમતી મદનરેખા વિચારે છે કે, મારો પતિ આમને આમ મરી જાય તો કઈ ગતિએ જાય !' તરત બધાને ખસેડીને પોતે પતિ પાસે આવે છે. પતિની આંખમાં લાલાશ છે. એવી ભાવના એ છે કે બસ ભાઈને મારી નાખું, પણ શ્રીમતી મદનરેખા કહે છે કે, 'મરેલા પ્રત્યે ગુસ્સો કરવો ક્ષત્રિયને ન શોભે. તમે સુભટ છો, ધીર છો, પડેલા ઉપર પાટું મારવાની ભાવના ક્ષત્રિયની ન હોય, એ તો મરેલા છે અને આપ જીવતા છો.' વિવેકહીમાં સાથી ૪ હિતેષતા હોય છે...૩
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy