SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈ પણ અયોગ્ય ઘટના હોત તો શાસ્ત્રકાર મહર્ષિ અવશ્ય લખત, છે પણ શાસ્ત્રકાર પરમમહર્ષિ કંઈ લખતા નથી, ઉલટું એ R 2 3 પુણ્યાત્માઓને માટે ધાંધલ કરનાર સહદેવી માટે જ લખે છે અને જે દુર્ગતિ પણ સહદેવીની જ થાય છે. શ્રી સુકોશલ મહારાજા જેવા પુત્રના વિયોગથી આર્તધ્યાનમાં મગ્ન બનીને માતા સહદેવી મરીને પર્વતની ગુફામાં વાઘણ થઈ એ પણ આપણે જોયું. કોઈ પૂછે કે એ બધો વિચાર શ્રીસુકોશલ મહારાજાએ કેમ ન કર્યો? આ પ્રશ્નના ઉત્તરમાં સમજવું જોઈએ કે વૈરાગ્ય જન્મ પછી બધી વૈરાગ્યઘાતક ભાવનાઓ આપોઆપ જ નષ્ટ થાય છે. શુભ વૈરાગ્યના યોગે મમતા છોડી કોઈ આત્મા વિધિપૂર્વક સન્માર્ગને અંગીકાર કરે, એની પાછળ અજ્ઞાનીઓ મોહવશ થઈ ગમે તેમ વર્તે એની સાથે વિરાગીને કંઈક જ લાગતું વળગતું નથી. પોતાનો પુત્ર સુકોશલ સાધુ ન થાય, એ માટે સહદેવીએ પોતાના પતિ કીર્તિધર મુનિને પણ પોતાના નગરમાંથી હાંકી કઢાવ્યા હતા. શ્રી કીર્તિધર મહારાજા પોતાના પતિ હતા, મુનિ હતા અને બિન ગુનેગાર હતા, છતાં પણ પુત્રમોહના યોગે હાંકી કઢાવ્યા. વિચારો કે કેવો મોહવિલાસ ! એણે તો મોહના યોગે ઘોર પાપ આચર્યું, પણ જે પુત્રને માટે એ માતાએ ઘોર પાપ આચર્યું તે જ પુત્રને સ્ટેજે જ એવો વિચાર આવે કે હું સાધુ થઈ જાઉં એ ભયથી જે મારી માતાએ પોતાના પ્રાણપ્રિય પતિને, મુનિ છતાં અને નિરપરાધી છતાં પણ કદર્થના પમાડી તથા કારમો કેર વર્તાવ્યો તે જ મારી માતાનો પ્રેમ જો ૭૭ કાલે બીજે થાય તો મારા ઉપર પણ શું ન કરે?' આ રીતે દુનિયાના સ્વરૂપને વિચારો ! દુનિયાના બધા જ સંબંધીઓને પરમાર્થી ન માનો ! શું પરમાર્થી આવું કરે ? શ્રી સુકોશલ મહારાજા સંયમ લે એમાં સહદેવીને શું વાંધો હતો ? શું એના ખાવા-પીવામાં કે પહેરવા ઓઢવામાં વાંધો હતો ? નહિ જ અને કદાચ કર્મના યોગે એમાં વાંધો હોય તો પણ ઉત્તમ મા-બાપ આદિ સ્નેહીઓ પોતાનું ચાલે ત્યાં સુધી કદી જ અંતરાય ન કરે. દીક્ષા લેનારની ફરજ પણ શાસ્ત્ર કહી છે, પણ એ તો દીક્ષા લેનાર જુએ, વિવેકહીમાં સાથ 8 હિતેષતા હોય છે...૩
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy