SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સંવાદળી કલને. સ્મૃતિના સથવારે ‘જૈન રામાયણ'ના પ્રવચનો દ્વારા જૈન-જૈનેતર જગતને જૈન રામાયણનો નોખો-સાવ અનોખો પરિચય કરાવનારા વ્યાખ્યાન વાચસ્પતિ પ્રવચનગારુડી સ્વર્ગીય પરમગુરુદેવ પૂ.આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના અપાર ઉપકારોને કોઈ શબ્દોમાં ય વર્ણવી શકાય તેમ નથી, જન્મથીગળથુથીમાંથી મળેલા તેઓશ્રીને સાધુ જીવનમાં સતત સાંભળવાનો અને માણવાનો અવસર સંસારી પિતાજી શ્રીયુત્ ચન્દ્રકાન્તભાઈ લક્ષ્મીચંદ દોશી (પછીથી મુનિરાજશ્રી ચારિત્રસુન્દરવિજયજી મ.)ની ભાવનાથી અને પરમતારક ગુરુદેવો સિહગર્જનાના સ્વામી સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પૂર્વદેશ કલ્યાણકભૂમિતીર્થોદ્ધારક પૂ. આચાર્યદેવશ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજા અને પ્રવચન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાની આશીર્વાદપૂર્ણ ઉદારતાથી મળી શક્યો, તેથી જ પ્રભુશાસનના મર્મને પામવાનું યત્કિંચિત્ સામર્થ્ય પ્રગટ્યું અને એક મહાગંભીર સાગરને અવગાહવા જેવા આ સંપાદનના કાર્યો કરવા ઉલ્લસિત બની શક્યો છું. - પરમશ્રદ્ધેય ગચ્છાધિપતિ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રામાં વિ.સં. ૨૦૬૨-૬૩ના ચોમાસામાં શ્રીપાલનગરની સ્થિરતા દરમ્યાન આ સંપાદન માટે તેઓશ્રીની અનુમતિ મળી તથા જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટના ટ્રસ્ટીવર્ય સુશ્રાવક શ્રી કાન્તિલાલ ચુનીલાલે પણ આ કાર્ય માટે “પૂજ્યપાદશ્રીના પ્રવચનગ્રંથો કે પ્રવચનોને આપ બધા તૈયાર કરો કે સંપાદન કરો તે ખૂબ જરુરી છે” આવી ભાવનાના શબ્દો દ્વારા આવકાર્યું તેથી સરળ ગતિએ સંપાદન શક્ય બની શક્યું.
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy