SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ એવાઓની સામે અજ્ઞાનીઓના અજ્ઞાન ઉધમાતો કારમી રીતે નિષ્ફળ જવાને જ સરજાયેલા હોય છે. જો અજ્ઞાનીઓના અજ્ઞાન હરિ ઉધમાતથી પુણ્યાત્માઓ શુદ્ધ પ્રતિજ્ઞાના પાલનમાં પામર બને તો ? સમજી જ લેવું જોઈએ કે વિશ્વમાં સત્ય જીવી શકે જ નહિ પણ એ કોઈ કાળે જેમ બન્યું નથી તેમ બનતુંય નથી અને બનશે પણ નહિ. એ વાત એવી સુનિશ્ચિત છે કે એને કોઈ જ કશી પણ અસર : નિપજાવી શકે તેમ નથી. આથી દરેકે મને કે કમને માની લેવાની જરૂર છે કે ધર્માત્મા સજ્જનોની શુદ્ધ પ્રતિજ્ઞાના પાલનની સામે વિશ્વની કોઈપણ વસ્તુ કદી ઉભી રહી શકીય નથી અને ઉભી રહી શકવાની પણ નથી. સુંદર સદુપદેશનું સુંદર પરિણામ આપણે જોઈ ગયા કે શ્રી વજબાહુએ ઘણો જ સુંદર સદુપદેશ શ્રી ઉદયસુંદરને ઉદ્દેશીને આપ્યો અને શ્રી વજબાહુની યુક્તિસંગત વચનોથી શ્રી ઉદયસુંદર તો મૌન જ થઈ ગયા. શ્રી ઉદયસુંદરને બોલતા નહોતું આવડતું એમ ન હતું પણ એ સમયે આજનો કહેવાતો વિજ્ઞાનવાદ નહોતો અને આજના જેવો ઉન્મત્ત બનાવનારો યુક્તિઓનો સમુહ ઉત્તમકુળની મહત્તા સમજનારાઓમાં નહોતો કે 2, જેથી મનુષ્યપણું નિષ્ફળ ચાલી જાય, અ શ્રી ઉદયસુંદરમાં મનુષ્યપણું વિકસિત હતું, એના યોગે એ પુણ્યશાળીમાં સામાવા ભાવ સમજવાની શક્તિ પણ હતી, એટલે એવા મહાપુરુષો ખોટી રીતે આડાઈ ન જ કરે, સામાની દલીલ તોડી શકાય તેવો ઉત્તર દે, પણ વિતંડાવાદ કરી વિગ્રહને વધારે નહિ. વળી આ બધું મનોરમાએ પણ સાંભળ્યું છે, છતાં તે તો બોલતી જ નથી. વિચારો કે વૈરાગ્યની વાત છે, છેવટની અણીની વાત છે છતાં પણ તે બોલતી નથી, કારણકે તે કુળવધૂ હતી અને કોઈપણ કુળવધૂ મોટે ભાગે આવા પ્રસંગે સામે બોલે જ નહિ. કુળવધૂતા પહેરવેશની મર્યાદા પણ એવી જ હોય કે એવુ મુખ પણ કોઈ પુરુષ ન જોઈ શકે, એ જેવી–તેની સાથે વાત પણ ન કરે, ઉત્તમ કુળનો જ અનુયમ મહિમ....૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy