SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ -)cD). ૨0 મિ-લક્ષ્મણને માર્ગમાં જ વસંત નામના પર્વત ઉપર રહેલા પરમ તપસ્વી શ્રી ગુણસાગર નામના મહામુનિ શ્રી વજબાહુના દૃષ્ટિપથમાં આવ્યા અને એવા મહામુનિ દ્રષ્ટિપથમાં આવતાની સાથે જ મેઘના દર્શનથી જેમ મયૂર આનંદમાં આવી જાય, તેમ આનંદમાં આવી ગયેલા શ્રી વજુબાહુ રથને રોકાવીને એકદમ બોલી ઉઠ્યા કે “અહો ! આ કોઈ પણ મહાત્મા છે, જરૂર આ મહામુનિ વંદન કરવાને યોગ્ય જ છે. ખરેખર, ચિંતામણી જેવા આ મહામુનિનું દર્શન મને મહાપુણ્યના ઉદયથી જ થયું છે.” મશ્કરી કઈ રીતે થઈ ? શ્રી વજુબાહુના મુખેથી નીકળી રહેલા આવા ઉદ્દગારોથી તેમના સાળા શ્રી ઉદયસુંદરને મશ્કરી કરવાનું મન થઈ આવ્યું અને એથી બોલી ઉઠ્યા કે, “કુમાર ! શું આપ દીક્ષા અંગીકાર કરશો ?” આ પ્રશ્નનો ઉત્તર શ્રી વજબાહુ તરફથી હકારમાં મળતાં જ મશ્કરીના તાનમાં ચઢેલા શ્રી ઉદયસુંદર તાનમાં ને તાનમાં જ બોલી ઉઠયા કે, “કુમાર ! જો આપનું મન એવું જ છે તો એ કામ આજે જ કરો, જરા પણ વિલંબ ન કરો અને એ કાર્યમાં હું આપનો સહાયક છું.” આવું કથન પોતાના સાળા શ્રી ઉદયસુંદરે કર્યું કે તરત જ પરમ વૈરાગ્યભાવથી વાસિત થયેલા શ્રી વજબાહુ પણ એકદમ બોલ્યા કે, “મહાનુભાવ! ઘણું સારું, જેમ સાગર પોતાની મર્યાદાનો કદી પણ ત્યાગ નથી કરતો, તેમ તું પણ તારી આ પ્રતિજ્ઞાને તજતો નહિ.” મશ્કરીમાં મસ્ત બનેલા શ્રી ઉદયસંદરે શ્રી વજબાહુની આ વાત સામે પણ ભારપૂર્વક હા જ પાડી. આ અભ્યાસ કરવા જેવો છે મશ્કરીનું આ નિમિત્ત અને મશ્કરીનો આ પ્રકાર, એ ખરેખર જ વિચારણીય છે, કારણકે મશ્કરી માટે આવું નિમિત્ત અને આવો પ્રકાર સજ્જનો માટે જ સંભવિત છે સામે મળતાં મુનિવરના પણ હું સામે નહિ જેનારા આજના આ જમાનામાં તો આ વસ્તુ સંભવિત જ નથી.
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy