SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ છે R. જેનું શાસન અખંડ છે એવા શ્રી ભરતજી અયોધ્યા નગરીમાં પાછા ગયા અને તેમણે પિતા શ્રી દશરથમહારાજાની તથા વડીલ ભાઈ શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી રાજ્યભારનો સ્વીકાર ક્ય.” આ ઉપરથી સ્પષ્ટ છે કે શ્રી ભરતજીએ પોતે સ્વીકાર નથી ક્ય પણ નિરુપાયે પિતા તથા વડીલબંધુના હુકમથી તેમને રાજ્યનો સ્વીકાર કરવો પડ્યો છે. આવા પુત્ર અને આવા બંધુ વિશ્વમાં વિરલ જ હોય છે. આવા વિરલ આત્માઓનું જીવન ખૂબ-ખૂબ વિચારણીય હોય છે. આવી સ્થિતિમાં પણ હૃદયને નિર્લેપ રાખવું એ સહજ નથી. ઉત્તમ આત્માઓ જ આવી સ્થિતિમાં નિર્લેપ રહી શકે છે. દશરથ મહારાજાની દીક્ષા આ રીતે પોતાના વચનનું પાલન પૂર્ણ થવાથી શ્રી દશરથમહારાજાએ શું કર્યું એનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, महामुनेः सत्यभूतेः, पाचे दृशरथोऽप्यथ । મૂસા પરિવાર, સમં ઢામુપાદે રાતે પોતાના વચનનું પાલન થયા પછી શ્રી દશરથ રાજાએ પણ ઘણા પરિવારની સાથે શ્રી સત્યભૂતિ નામના મહામુનિની પાસે દીક્ષા અંગિકાર કરી.” પુણ્યપુરુષો છતી સામગ્રીએ આત્મકલ્યાણની સાધનાને કદી ચૂકતા જ નથી. જીવનસાધનાના ઉપાય અવસરે આરાધી લેવો તે કલ્યાણના કામી ની અનિવાર્ય ફરજ છે. એવી ફરજને સામગ્રીના સદ્ભાવમાં પણ તેઓ જ અદા ન કરે જેઓ મનુષ્યભવની મહત્તાને ન સમજ્યા હોય. મનુષ્યભવની મહત્તાને સમજનાર દશરથ મહારાજા જીવનને સફળ બનાવનારી દીક્ષાને છતી સામગ્રીએ અવસરે પણ આરાધ્યા વિના કેમ જ રહે ? શ્રી રામચંદ્રજી અવંતિ દેશમાં સ્વ-શ્રવનવાસેન, મરત: શાન્વિતો હરિ ? अर्हत्पूजोद्यतोऽरक्षढ़ाज्यं, यामिकवत्सुधीः१११॥ પિતાજીના દીક્ષિત થયા બાદ પોતાના ભાઈના વનવાસથી હૃદયમાં દુઃખી અને શ્રી અરિહંત પરમાત્માની પૂજામાં ઉઘત અને સુંદર બુદ્ધિને ધરનારા શ્રી ભરતજી યામિકતી - દ્વારપાળની જેમ રાજ્યનું રક્ષણ કરવા લાગ્યા.” આવી દશામાં રહેતો આત્મા સંસારના કારમાં બંધનોથી પર શ્રી ભરતજીનો રાજ્યાભિષેક શ્રી દશરથજીની દીક્ષા...૧૩
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy